Friday, December 5, 2025
Homeરાજ્યસલાયામાં આખલા યુદ્ધ ખેલાયું

સલાયામાં આખલા યુદ્ધ ખેલાયું

ગંભીર રીતે ઇજાગ્રસ્ત આખલાને તાકિદની સારવાર અપાઈ

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગઈકાલે બે આખલાઓ વચ્ચે જંગ જામ્યો હતો.

- Advertisement -

આ આખલા યુદ્ધ લાંબો સમય ચાલ્યું હતું. સલાયાના એક જાહેર ચોકમાં બે સશક્ત આખલાઓ સામે આવી જતા આ બંનેની લડાઈમાં એક આખલાને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે સલાયાની જાણીતી સેવા સંસ્થા વછરાજ ગ્રુપ સાથે ખંભાળિયાના એનિમલ કેર ગ્રુપના કાર્યકરોએ દોડી જઇ અને લાંબી જહેમત બાદ ઘવાયેલા આખલાને વધુ સારવાર અર્થે ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા અબોલ તીર્થ વેટરનરી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો. જ્યાં આ ઇજાગ્રસ્ત આખલાની જરૂરી સારવાર કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular