Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરરાજ્ય સરકાર દ્વારા 43.85 કરોડની દરખાસ્તને મંજૂરી અપાતા મુખ્યમંત્રીનો આભાર માનતા પદાધિકારીઓ 

રાજ્ય સરકાર દ્વારા 43.85 કરોડની દરખાસ્તને મંજૂરી અપાતા મુખ્યમંત્રીનો આભાર માનતા પદાધિકારીઓ 

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા જામનગર મહાનગરપાલિકાને વિવિધ વિકાસ કામો અંગે રૂા. 43.85 કરોડની ફાળવણી કરવામાં આવતાં મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવ્યો હતો.

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા જામનગર મહાનગરપાલિકાના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જન ભાગીદારી યોજના અન્વયેના કામો અંગે રૂા. 43.85 કરોડની મહાનગરપાલિકાની દરખાસ્તને મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવાયું છે કે, આ દરખાસ્ત મંજૂર થવાથી મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક વિકાસ કામોને ગતિ મળશે અને શહેરીજનોની સુખાકારીમાં વધારો થશે. આ માટે જામનગરની જનતા અને મહાનગરપાલિકા પરિવાર વતી તથા કોર્પોરેટરો વતી મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવ્યો હતો તેમજ આ બાબતે કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો આર.સી. ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તથા શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુએ પણ આ બાબતે ખૂબ જ જહેમત ઉઠાવી હોય તે બદલ સંગઠન ટીમનો પણ સહકાર બદલ મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, સ્ટે. ચેરમેન મનિષ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા, શાસકપક્ષ દંડક કેતન ગોસરાણી દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular