Tuesday, January 7, 2025
Homeરાજ્યખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર બે ટ્રક અથડાતા યુવાનનું મોત

ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર બે ટ્રક અથડાતા યુવાનનું મોત

અન્ય યુવાનને ઈજા : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર ગતરાત્રીના સમયે અડચણ રૂપ ઉભેલા એક ટ્રક સાથે દ્વારકા તરફ જઇ રહેલો અન્ય એક ટ્રક અથડાતાં આ ગંભીર અકસ્માતમાં જુવાનપુરના એક યુવાનનું કરૂણ મૃત્યુ નીપજયું હતું.

- Advertisement -

આ કરૂણ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા નજીક આવેલી ખાનગી કંપની નયારા એનજીમાં કામ કરતો ભરત જૂઠાભાઈ મધુડિયા નામનો 25 વર્ષનો સતવારા યુવાન ગઈકાલે સોમવારે રાત્રે તેનું કામ પતાવીને બસ મારફતે ખંભાળિયા આવ્યો હતો. ત્યાંથી પોતાના ગામ જુવાનપુર જવા માટે રાત્રીના સમયે દ્વારકા તરફ જતા જીજે-10-એક્સ-7548 માં બેઠો હતો. આ ટ્રક ગતરાત્રિના આશરે સાડા બારેક વાગ્યે ખંભાળિયા-દ્વારકા હાઇ-વે પર મેઘપર ટીટોડી ગામના પાટિયા પાસે પહોંચ્યો હતો ત્યારે આ માર્ગ પર અડચણરૂપ અને જોખમ રૂપ ઉભેલા જીજે-11-એક્સ-3899 નંબરના એક ટ્રક સાથે 7548 નંબરનો આ ટ્રક મોહરાના ભાગેથી ધડાકાભેર અથડાયો હતો.

આ અકસ્માતના કારણે કંડકટર સીટ ઉપર બેઠેલા 25 વર્ષીય ભરતભાઈ સતવારાને માથાના ભાગે તથા શરીરને ભાગે ગંભીર ઈજાઓ તથા ફ્રેક્ચર થતા આ બાબતે ઈમરજન્સી 108 ને જાણ કરવામાં આવી હતી. જ્યાં દોડી આવેલા 108 ના સ્ટાફે ભરતભાઈને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ અકસ્માતમાં 7548 નંબરના ટ્રકના ચાલકને પણ નાની મોટી ઇજાઓ થવા પામી હતી.

- Advertisement -

આ સમગ્ર બનાવવા અંગે ખંભાળિયા પોલીસે મૃતકના મોટાભાઈ જેન્તીભાઈ જેઠાભાઈ મધુડીયા (ઉ.વ. 32, રહે. જુવાનપુર, તા. કલ્યાણપુર)ની ફરિયાદ જીજે-11-એક્સ-3899 નંબરના ટ્રક ચાલક સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આશાસ્પદ યુવાનના અપમૃત્યુના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular