Friday, January 10, 2025
Homeરાજ્યજામનગરજામનગરના બજરંગપુરમાંથી સગીરાને ભગાડી જનાર શખ્સ ઝડપાયો

જામનગરના બજરંગપુરમાંથી સગીરાને ભગાડી જનાર શખ્સ ઝડપાયો

જોડિયાના જીરાગઢની સીમમાંથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે પકડી પાડ્યો

- Advertisement -

જામનગર તાલુકાના બજરંગપૂર ગામમાંથી સાત મહિના પહેલાં એક સગીરાને ઉઠાવી જનાર શખ્સને એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના સભ્યો દ્વારા જોડિયા તાલુકાના જીરાગઢ ગામની સીમમાં આવેલા ખેતરમાંથી પકડી લેવાયો છે અને તેની સામે પોકસો સહિતની કલમનો ઉમેરો કરાયો છે. જ્યારે તેના કબજા માંથી સગીરાને છોડાવી લઈ તબીબી ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

આ બનાવની વિગતે એવી છે કે જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં ભાણજીભાઈ ચાંગાણીની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી 16 વર્ષની સગીરાનુ આજથી સાત મહિના પહેલાં અપહરણ થઈ ગયું હતું. આ અપહરણના બનાવમાં જોડીયા તાલુકાના જીરાગઢ ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા સાગર રમેશભાઈ નીનામાની પોલીસે અટકાયત કરી હતી અને તેના કબ્જા માંથી સગીરાને છોડાવી મેડિકલ તપાસણી કરાવવામાં આવતા અનેક વખત દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવતાં આરોપી સાગર રમેશ નીનામાને દુષ્કર્મ ગુજારવા તેમજ પોકસો એકટ ની કલમ નો ઉમેરો કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પી.આઇ. બી. એમ. કાતરીયા તેમજ સ્ટાફના રાજદીપસિંહ ઝાલા, કિરણભાઈ મેરાણી, અને ભાવનાબેન સાબળીયા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular