Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયાના ઘી ડેમમાં નવા પાણીની વિપુલ આવક

ખંભાળિયાના ઘી ડેમમાં નવા પાણીની વિપુલ આવક

4 ફૂટ નવા નીર આવતા ડેમની સપાટી 10 ફૂટે પહોંચી

- Advertisement -

ખંભાળિયા પંથકમાં ચોમાસાના પ્રારંભમાં જ મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા દિવસોમાં મુશળધાર વરસાદના કારણે આ વિસ્તારના અનેક નાના જળ સ્ત્રોતો હાલ છલકાઈ ગયા છે. ખંભાળિયા તાલુકામાં ગઈકાલે સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે ભાણવડ પટ્ટીના ગામોમાં પાંચથી છ ઇંચ સુધી વરસાદ વરસી જતા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમના ઉપરવાસના ગામોમાં મુશળધાર વરસાદના કારણે ઘોડાપૂર ઉમટ્યા હતા. આ વિસ્તારના અનેક નાના ચેક ડેમો વિગેરે છલકાઈ જતા આ નીરની સીધી આવક ઘી ડેમમાં થવા પામી છે. જેના કારણે આ વરસાદથી ડેમમાં આશરે ચાર ફૂટ જેટલું નવું પાણી ઘી ડેમમાં આવ્યું છે. આ નવા પાણીની આવક થતા ડેમની સપાટી 10 ફૂટે પહોંચી છે. આમ, 20 ફૂટની ઊંડાઈ ધરાવતો ડેમ 10 ફૂટે અડધા જેટલો ભરાઈ ગયો છે.

- Advertisement -

ખંભાળિયા શહેરને પીવા માટે દર મહિને આશરે એક ફૂટ જેટલા પાણીની જરૂરિયાત રહે છે. આ વરસાદ બાદ ખંભાળિયા શહેરનો આગામી વર્ષનો પીવાનો પાણીનો પ્રશ્ન મહદ અંશે હલ થઈ ચૂક્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular