Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરસગીરા સાથે શારીરિક સંબંધ બાંધી સર્ગભા બનાવવાના કેસમાં આરોપી સાવકા પિતાને આજીવન...

સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી સર્ગભા બનાવવાના કેસમાં આરોપી સાવકા પિતાને આજીવન કેદ

આરોપી ભરત કરશનભાઇ રાઠોડને રૂા.20,000નો દંડ તથા ભોગ બનનારને કમ્પનસેશનના રૂા.10,50,000 ચુકવવા હુકમ

- Advertisement -

જામનગરમાં સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી સર્ગભા બનાવવાના કેસમાં આરોપી સાવકા પિતાને સ્પે.કોર્ટ દ્વારા આજીવન કેદની સજા તથા રૂા. 20000નો દંડ તથા ભોગ બનનારને કમ્પનસેશનના રૂા.10,50,000 ચુકવવા હુકમ કર્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ આ કામના ફરિયાદીની સગીર વયની પુત્રીને 6-7 મહિના પૂર્વે ફરિયાદીના પતિ એટલેકે ભોગ બનનારના સાવકા પિતા દ્વારા અવાર-નવાર ધાક-ધમકી આપી સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી સર્ગભા બનાવી હોવાની જામનગર સીટી-બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી. જે કેસ સ્પે.કોર્ટમાં ચાલી જતાં આરોપી ભરત કરશનભાઇ રાઠોડને તકસીરવાન ઠેરાવી આજીવન કેદની સજા તેમજ રૂા.20,000 નો દંડ અને જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સખત કેદની સજા તથા ભોગ બનનારને કમ્પનસેશનના રૂા.10,50,000 ચુકવવા સ્પે.કોર્ટના જજ આરતી વ્યાસએ હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયેલ હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular