જામનગર સીટી-બી ડિવિઝનના ગાંજાના કેસમાં નાસતા-ફરતા આરોપીને જામનગર એસઓજીએ મહારાષ્ટ્રના માલેગાંવથી ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે સીટી-બી પોલીસને સોંપી આપ્યો છે.
આ અંગેની વિગત મુજબ જામનગરના સીટીબી ડિવિઝનમાં નોંધાયેલ 12 કિલો ગાંજાના કેસમાં નાસતા ફરતા આરોપી હમીદ ઉર્ફે જીણો જુસબભાઇ સાટી તેના સસરાના ગામ મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે હોવાની એસઓજીના હેકો.અરજણભાઇ કોડિયાતરને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને એસઓજીના પીઆઇ આર.વી.વિંછીના માર્ગદર્શન મુજબ એસઓજીના મયુદિનભાઇ સૈયદ, રમેશભાઇ ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડિયાતર સહિતના સ્ટાફ દ્વારા બાતમી વાળી જગ્યાએથી આરોપી હમીદ ઉર્ફે જીણો જુસબભાઇ સાટીજે ઝડપી લઇ જામનગર ખાતે લઇ આવી સીટી-બી ડિવિઝનને સોંપી આપ્યો હતો.