Saturday, December 6, 2025
Homeરાજ્યસિદસર પાસેના રસ્તા સમયસર રિપેર કરવા માગણી

સિદસર પાસેના રસ્તા સમયસર રિપેર કરવા માગણી

ધારાસભ્ય ચિરાગ કાલકરીયા દ્વારા માર્ગ અને મકાન વિભાગના મંત્રીને પત્ર લખી રજૂઆત

જામજોધપુર તાલુકાના સિદસર ગામે ઘણા સમયથી મેજરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. જેની સમયમર્યાદા પૂર્ણ થઇ ગઇ હોવા છતાં આ કામ પૂર્ણ થયું નથી. તેમજ વ્યવસ્થાના ભાગરુપે નદી પર કોઝ-વે બનાવવામાં આવ્યો છે. જે ગત ચોમાસામાં સંપૂર્ણપણે ધોવાઇ ગયો હતો. જેને પણ ફરી બનાવવામાં ઘણો સમય લાગ્યો હતો. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

- Advertisement -

આ રસ્તો જામનગર, સિદસર, પાનેલી, ઉપલેટા થઇ રાજકોટ જવાનો મુખ્ય રસ્તો છે. તેથી ચોમાસામાં પૂર આવતાં આ રસ્તો ફરી ધોવાઇ જવાની સંભાવના છે. આથી વાહન વ્યવહાર ન ખોરવાઇ તે માટે સિદસર મંદિર પાસે કાચો માર્ગ છે. તે વ્યવસ્થિત કરવા તેમજ મેજર બ્રિજનું કામ સમયસર અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે કાર્યવાહી કરવા માગણી કરાઇ છે.ળ આ ઉપરાંત જામજોધપુરથી વાલાસણ તરફનો રસ્તો પણ સિદસર બ્રિજ બંધ થતાં ફરીને જવા માટે ખૂબ જ મહત્વનો રસ્તો છે. જે રસ્તો પણ બિસ્માર હાલતમાં હોય તેને પણ તાત્કાલિક મરામત કરવા જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા દ્વારા માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીને પત્ર લખી રજૂઆત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular