Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર24 કલાક વિજળી માટે પીજીવીસીએલના 33 સબ ડિવિઝનમાં 8 કલાકની 3 શિફટ...

24 કલાક વિજળી માટે પીજીવીસીએલના 33 સબ ડિવિઝનમાં 8 કલાકની 3 શિફટ શરૂ

- Advertisement -

પીજીવીસીએલના ગ્રાહકોમાટે 24 કલાક સાતત્યપૂર્ણ વીજ પૂરવઠો પૂરો પાડી શકાઈ તે માટે જામનગર વર્તુળ કચેરીના તાબાના તળેના તમામ 33 સબ ડીવીઝનમાં આઠ-આઠ કલાકની ત્રણ શિફ્ટ બનાવી તેમાં જરૂરીયાત મુજબના લાઇન સ્ટાફ તમામ પ્રકાર ની સગવડતાઓ સાથે એટલેકે વાહન તથા લાઇનકામ માટેના જરૂરી સાધનો સહિત રાખવામા આવ્યા છે.

- Advertisement -

સદર વ્યવસ્થાનો મુખ્ય ઉદેશ ગ્રાહકોને અવિરત અને ગુણવતાયુક્ત વીજ પૂરવઠો પૂરો પાડવાનો છે. ઉપરાંત દરેક સબ ડીવીઝનમાં લાઇનકામ માટે કોન્ટ્રાકટરની ગેંગ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત જરૂર જણાયે સબ ડીવીઝન પાસે ઉપલબ્ધ લાઇન સ્ટાફને વીજ પુરવઠાની ફરીયાદના નિરાકરણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. નવા અભિગમ રૂપે જ્યાં જરૂરી છે ત્યાં પેટા વીભાગીય કચેરીઓને પણ અગાઉથી અલગ અલગ કેપેસિટીના વીજ ટ્રાન્સફોર્મર આપી દેવામાં આવ્યા છે.

જેથી જ્યારે વીજ ટ્રાન્સફોર્મરની જરૂરીયાત ઊભી થાય ત્યારે ગ્રાહકોને ઝડપથી ઉપલબ્ધ કરાવી શકાઈ. વીજ લાઇનના મરામત માટે પૂર્વ આયોજન સાથે વીભાગીય કચેરીઓને સુચના આપીને ખુબજ વ્યાપક તેમજ ગુણવતા યુક્ત મરામતની કામગીરી છેલ્લા ઘણા સમયથી હાથ પર લેવામાં આવી છે. જેથી અચાનક આકસ્મિક રીતે વીજ લાઇનો ખોરવાતા ફોલ્ટમાં જવાની સંખ્યામાં મહતમ ઘટાડો કરી શકાય તથા આકસ્મિક કારણોસર વીજપુરવઠો ખોરવાઈ તો ઝડપથી વીજ પ્રવાહ પુન: સ્થાપિત કરી શકાય હાલ જામનગર વર્તુળ કચેરી હેઠળ વિવિધ 33 પેટા વીભાગીય કચેરી દ્વારા અંદાજે 780 જેટલી વીજ વિક્ષેપની વ્યક્તિગત ફરિયાદોનો નિકાલ કરવામાં આવે છે. તેમજ જરૂર જણાઈ તેટલા ફીડરોનો વીજપુરવઠો પુન: પ્રસ્થાપિત કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટરની ટીમો દ્વારા દૈનિક ફેઇલ થયેલ વીજ ટ્રાન્સફોર્મર બદલવાની કામગીરી કરવામાં આવે છે.

- Advertisement -

ગ્રાહકને સર્વોતમ સેવા આપી તમના સંતોષ જીતવો એ કંપનીનો એકમાત્ર અને સર્વોપરી અભિગમ છે. વીજ લાઇનોનું મોટાભાગનું નેટવર્ક ઓવર હેડ હોય ટાઢ, તડકો, વરસાદ અને પવન જેવી કુદરતી આપતિઓથી પ્રભાવિત રહે છે. ત્યારે પીજીવીસીએલના મેનેજમેંટ દ્વારા એવી અપેક્ષા છે ગ્રાહક વીજપોલ, વીજ વાયરમ તથા વીજળીની તમામ પ્રકારના નેટવર્કથી પોતે તથા અન્યને તેમજ પશુઓને દૂર સલામત અંતરે રાખે જેથી કોઈપણ પ્રકારના વીજ અકસ્માતની સંભાવનાઓને આગામી વરસાદી વાતાવરણમાં નિવારી શકાઈ. વીજલાઇનને દુરસ્ત કરવામાં થોડો સમય લાગે ત્યારે સંપૂર્ણ સાથ સહકાર આપવા વીજ કંપની તરફથી અનુરોધ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular