Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયમહારાષ્ટ્રમાં ફરી ‘દેવેન્દ્ર’ રાજ, નવી સરકારનો તખ્તો તૈયાર

મહારાષ્ટ્રમાં ફરી ‘દેવેન્દ્ર’ રાજ, નવી સરકારનો તખ્તો તૈયાર

શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી બને તેવી સંભાવના : સાંજે અથવા આવતીકાલે શપથવિધી

- Advertisement -

શિવસેનાના સુપ્રિમો ઉધ્ધવ ઠાકરેએ ગઇકાલે રાત્રે મુખ્યમંત્રીપદેથી રાજુનામુ આપ્યા બાદ રાજયમાં નવી સરકારની રચનાના ચક્રો ગતિમાન થયા છે. રાજયમાં 31 મહિના બાદ ફરીથી ભાજપનું શાસન આવી રહ્યુ છે અને નવી સરકારના સુકાની રહેશે દેવેન્દ્ર ફડણવીસ. ભાજપના નેતૃત્વ હેઠળની સરકારમાં શિવસેનાના બાગી નેતાઓ સામેલ થશે એટલુ જ નહિ શિંદે અથવા તેઓ જે નામ સૂચવે તે નાયબ મુખ્યમંત્રી પણ બનશે. આજે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક યોજાઇ રહી છે જેમાં દેવેન્દ્ર ફડણવીસને નેતાપદે ચૂંટણી કાઢવામા આવી રહ્યા છે તો બીજી તરફ ગોવામાં શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેએ પણ બેઠક યોજી હોવાનુ જાણવા મળે છે. ભાજપના વડપણ હેઠળની સરકારનો શપથવિધિ આજે રાત સુધીમાં અથવા તો આવતીકાલે યોજવાની તૈયારી થઇ રહી છે.

- Advertisement -

મહારાષ્ટ્ર વિધાનસભા સચિવ રાજેન્દ્ર ભાગવતે રાજ્યના તમામ ધારાસભ્યોને જણાવ્યું છે કે રાજ્યપાલના આદેશ મુજબ હવે ફલોર ટેસ્ટની જરૂર નથી. તેથી આજનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે નહીં. ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે મહારાષ્ટ્રના સીએમ અને એમએલસી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેના નાટકીય રાજીનામાને પગલે મહારાષ્ટ્ર ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ ફરીથી રાજ્યના મુખ્ય પ્રધાન બનવાની સૂચના છે. તેમણે બુધવારે કહ્યું હતું કે ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવામાં આવશે અને ગુરુવારે તેની જાહેરાત કરવામાં આવશે. ફડણવીસ તાજ હોટલમાં ધારાસભ્યોની બેઠક માટે હતા. અહીં આગામી મુખ્યમંત્રી તરીકે ફડણવીસના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે બુધવારે સાંજે ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત થતાં જ ભારતીય જનતા પાર્ટીમાં ઉજવણી શરૂ થઈ ગઈ હતી.

મુંબઈની તાજ હોટલમાં ભાજપના નેતાઓ નારા લગાવતા, મીઠાઈઓ વહેંચતા જોવા મળ્યા હતા. તેના કેન્દ્રમાં દેવેન્દ્ર ફડણવીસ હતા, જેઓ મંગળવારે સાંજે રાજ્યપાલને મળ્યા હતા. બુધવારે સાંજે, ઠાકરેએ મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટને રોકવા માટે સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યા પછી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી. રાજ્યપાલે ગુરુવારે સવારે 11 વાગ્યે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો હતો, જેની સામે શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ઉદ્ધવ ઠાકરેની ટીમ, જે માત્ર 15 ધારાસભ્યો સુધી ઘટી ગઈ છે, તેણે સુપ્રીમ કોર્ટની અરજીમાં માંગ કરી હતી કે ગુરુવારે બોલાવવામાં આવેલ ફલોર ટેસ્ટ બંધ કરવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે ઉદ્ધવના રાજીનામા બાદ ભાજપના દેવેન્દ્ર ફડણવીસ સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. આ રાજકીય સંકટની શરૂઆત કરનાર શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ બની શકે છે. એવી ચર્ચા પહેલાથી જ ચાલી રહી હતી કે જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય શિવસેનાની તરફેણમાં નહીં જાય તો ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે. બુધવારે સાંજે યોજાયેલી મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં અટકળોને વેગ મળ્યો હતો, જ્યાં સરકારે ત્રણ શહેરોના નામ બદલ્યા હતા અને ઠાકરેએ તેમના સહકાર બદલ મંત્રીઓનો ઔપચારિક રીતે આભાર માન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular