જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અક્ષયપાત્ર ભોજન યોજના ચાલી રહી છે. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગરના ચેરમેન મનિષભાઇ કનખરા તથા તેમની ટીમ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનના અક્ષયપાત્ર ભોજન રસોડાની મુલાકાત લેવામાં આવી હતી અને રસોડામાં ચાલતી ભોજન બનાવવાની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.