Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયસંભવિત વિદાય પહેલા ઉધ્ધવનું હિન્દુત્વ કાર્ડ

સંભવિત વિદાય પહેલા ઉધ્ધવનું હિન્દુત્વ કાર્ડ

ઔરંગાબાદ 'સંભાજી નગર', ઉસ્માનાબાદ 'ધારાશિવ' તરીકે ઓળખાશે

- Advertisement -

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ સરકારે મોટું ‘હિંદુત્વ કાર્ડ ચલાવ્યું છે. ઉદ્ધવ સરકારે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે. હવે ઔરંગાબાદને ‘સંભાજી નગર’ અને ઉસ્માનાબાદને ‘ધારાશિવ’ તરીકે ઓળખવામાં આવશે. બુધવારે બોલાવવામાં આવેલી કેબિનેટની બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી હતી.

- Advertisement -

ઉદ્ધવ સરકારે રાજ્યના શહેરોના નામ બદલવાનો મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં ઔરંગાબાદનું નામ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારશિવ નગર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ નવી મુંબઈ એરપોર્ટનું નામ પણ બદલીને ડીબી પાટીલ ઇન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં ફ્લોર ટેસ્ટ અંગેની સુનાવણી દરમિયાન ઉદ્ધવ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંકટના સમયમાં ઉદ્ધવ સરકારના આ નિર્ણયને હિન્દુત્વના કાર્ડ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

ઉદ્ધવ કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ ઔાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવા અંગેના નિર્ણયને લઇ અન્ય NCP અને કોંગ્રેસ નારાજ હોવાનું કહેવાઇ રહ્યું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular