આગામી શુક્રવાર તા. 1 જુલાઈના રોજ અષાઢી બીજના દિવસે દ્વારકાના સુવિખ્યાત દ્વારકાધીશ મંદિરમાં રથયાત્રા ઉત્સવ હોવાથી ભક્તો માટે મંદિરમાં દર્શનનો સમય ફેરફાર કરવામાં આવ્યો છે.
અષાઢી બીજના રોજ સવારે નિત્યક્રમ મુજબ દર્શન તથા રથયાત્રા ઉત્સવના દર્શન સાંજે પાંચથી સાત સુધી અને ત્યાર બાદ નિત્યક્રમ મુજબ રહેશે તેમ દ્વારકાધીશ મંદિરના વહીવટદારની યાદીમાં જણાવાયું છે.