Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતબગદાણા થયું જળ બંબોળ ત્રણ કલાકમાં છ ઇંચ વરસાદ

બગદાણા થયું જળ બંબોળ ત્રણ કલાકમાં છ ઇંચ વરસાદ

- Advertisement -

ભાવનગર શહેર અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મંગળવારે મહુવા તાલુકાના પ્રસિદ્ધ તીર્થધામ બગદાણા ખાતે ગાજવીજ સાથે સાંબેલાધારે માત્ર ત્રણ જ કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકી જતા બગદાણા પાણીથી તરબતર થઇ ગયું હતુ. જ્યારે બગડ નદીમાં આ પહેલા ધોધમાર વરસાદે ઘોડાપૂર આવ્યું હતુ. સીઝનના પહેલા જ ધોધમાર વરસાદે બગડ ડેમ ઓવરફ્લો થઇ ગયો છે, જેથી બગડના નીચાણવાળા અનેક ગામોમાં પાણી ભરાયા. બગડના પાણી ફરી વળતાં મહુવા-બગદાણા અને તળાજા-મહુવા રોડ બંધ કરવામાં આવ્યો છે. મંગળવારે બપોરથી વીજળીના કડાકા-ભડાકા સાથે સાંબલાધારે વરસાદ મન મૂકીને વરસવો આરંભાયો હતો અને અનરાધાર 6 ઇંચ વરસાદ વરસી ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular