આ કેસની હકિકત એવી છે કે જામનગરમાં રહેતાં ઓમ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર કાંતિલાલ ગણેશભાઈ ભંડેરીએ એન્જલ બ્રાસ પ્રોડકટસના પ્રોપરાઈટર ચંદ્રેશ ગોરધનભાઈ ધામેલિયા પટેલને સંબંધ દાવે હાથ ઉછીના રૂા.8 લાખ આપ્યા હતાં. જે રકમની કાંતિલાલ દ્વારા ઉઘરાતી કરતાં ચંદ્રેશ ધામેલિયાએ પોતાના બેંક ખાતાનો ચેક આપેલ જે ચેક બેંક ખાતામાં ભરતા નાણાંના અભાવે પરત ફરેલ જેથી કાંતિલાલ દ્વારા પોતાના વકીલ મારફત નોટિસ આપવા છતાં ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા જામનગરની અદાલતમાં ધી નેગોશિયેબલ ઈન્સ્ટુ્રમેન્ટ એકટ કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો.
આ કેસ જામનગર એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટે્રટ આર. બી. ગોસાઈની અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપી એંજલ બ્રાસ પ્રોડકટસના પ્રોપરાઇટર ચંદ્રેશ ગોરધનભાઈ ધામેલિયા પટેલને એક વર્ષની જેલ સજા તેમજ સાડા આઠ લાખ રૂપિયાનો દંડ જે દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કરેલ જો આરોપી દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.
આ કેસમાં ફરિયાદી ઓમ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર કાંતિલાલ ગણેશભાઈ ભંડેરી તરફે વકીલ અજય વી. ઘુંચલા રોકાયા હતાં.