Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરરિલાયન્સ જીયોની જવાબદારી હવે આકાશ અંબાણીના શિરે

રિલાયન્સ જીયોની જવાબદારી હવે આકાશ અંબાણીના શિરે

- Advertisement -

રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો ટેલિકોમના ડાયરેક્ટરપદેથી રાજીનામું આપ્યું છે. તેમના પુત્ર આકાશ અંબાણીને જિયોના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. કંપનીના બોર્ડે આકાશની નિમણૂકને મંજૂરી આપી દીધી છે.

- Advertisement -

જિયો દેશની લીડિંગ 4G ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર છે. કંપનીએ સેબીને પણ આ અંગેની માહિતી આપી છે.બોર્ડે આ સિવાય રામિંદર સિંહ ગુજરાલ અને કેવી ચૌધરીને પણ એડિશનલ ડાયરેક્ટર બનાવવાની મંજૂરી આપી છે. આ બંનેને 05 વર્ષ માટે ઈન્ડીપેન્ડન્ટ ડાયરેક્ટર નિમવામાં આવ્યા છે. આ રીતે બોર્ડે પંકજ મોહન પવારને રિલાયન્સ જિયોના મેનેજિંગ ડાયરેક્ટર બનાવવાને પણ મજૂરી આપી છે. આ નિમણૂંક પણ 27 જૂન 2022થી આગામી 05 વર્ષ માટે છે. આ નિમણૂંકને હાલ શેરહોલ્ડર્સની મંજૂરી મળવાની બાકી છે.

રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન તરીકે આકાશની ઉન્નતિ તેમના દ્વારા ડિજિટલ સેવાઓની યાત્રામાં આપેલા વિશિષ્ટ યોગદાનને ઓળખે છે અને આગળ જતાં તેમને જવાબદારીઓના ઉચ્ચ સ્તરો પર ફરીથી સમર્પિત કરે છે. મુકેશ અંબાણી Jio Platforms Ltdના ચેરમેન તરીકે ચાલુ રહેશે, જે ફ્લેગશિપ કંપની છે જે Reliance Jio Infocomm સહિત તમામ Jio ડિજિટલ સર્વિસ બ્રાન્ડની માલિકી ધરાવે છે. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે મંગળવારે શેરબજારોને આ અંગેની માહિતી આપી. કંપનીએ જણાવ્યું કે મુકેશ અંબાણીનું રાજીનામું 27 જૂને બજાર બંધ થઈ ગયા પછીથી માન્ય થઈ ગયું છે. કંપનીએ આ સિવાય આકાશ અંબાણીને બોર્ડના નવા ચેરમેન બનાવવા અંગેની માહિતી આપી છે. તેમણે કહ્યું કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે નોન-એક્સિક્યૂટિવ ડાયરેક્ટર આકાશ અંબાણીને ચેરમેન નિમણૂંક કરવાની મંજૂરી પણ આપી દીધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular