અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી સરકારના દિલ્હી મોડલનું નિરીક્ષણ કરવા ગુજરાતના 1219 નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાજધાની દિલ્હીની મુલાકાત લેશે. ભાજપના દિલ્હી એકમના ઉપાધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે 17 સભ્યોના પ્રતિનિધિમંડળમાં ભૂતપૂર્વ પ્રધાનો, રાજય વિધાનસભાના સ્પીકર અને ગુજરાતના ભાજપના ધારાસભ્યોનો સમાવેશ થશે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને આમ આદમી પાર્ટી રાજયમાં પોતાનો આધાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. કેજરીવાલ સહિત ‘આપ’ના ઘણા વરિષ્ઠ નેતાઓ તાજેતરના મહિનાઓમાં બેઠકો અને રોડ શો માટે રાજયની મુલાકાતે છે.સચદેવાએ કહ્યું કે ભાજપનું પ્રતિનિધિમંડળ તેમની બે દિવસની મુલાકાત દરમિયાન જોશે કે ગુજરાતમાં ચૂંટણી પહેલા કેજરીવાલ દ્વારા ખોટા અને પ્રચાર આધારિત દિલ્હી મોડલનો કેવી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે રાજયના ભાજપના નેતાઓ પાણી અને વીજ પુરવઠા સહિત દરેક ક્ષેત્રમાં કેજરીવાલના કહેવાતા દિલ્હી મોડલની વાસ્તવિકતા શોધી કાઢશે. દિલ્હી અને પંજાબ બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત અને હિમાચલ પ્રદેશ પર છે. આ માટે, જોરશોરથી પ્રચાર કરવાની સાથે, પાર્ટી દરેક જગ્યાએ તેના દિલ્હી મોડલનો જોરશોરથી પ્રચાર કરી રહી છે. ગુજરાત હોય કે હિમાચલ, ‘આપ’ તેના દિલ્હીના ગવર્નન્સ મોડલના આધારે તક શોધી રહી છે. આ મોડલ પર જનતાની મહોર તરીકે પાર્ટી તાજેતરની દિલ્હી પેટાચૂંટણીમાં ફરી એકવાર જીતનો પ્રચાર કરશે. જો અહીં પાર્ટીનો પરાજય થયો હોત તો કેજરીવાલના પ્રચારને વિરામ આપવાનું શષા ભાજપને મળી ગયું હોત.