દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાની ભાટવડિયા ગામની સીમમાં એક ટ્રેનમાંથી પટકાયેલા યુવાનનું કરૂણ મૃત્યુ નીપજ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગેની રેલવે પોલીસ સુત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ગુરુવારે ઓખા તરફ જઇ રહેલી ગોવાહાટી-ઓખા એક્સપ્રેસ ટ્રેન કલ્યાણપુર તાલુકાના ભાટીયા રેલવે સ્ટેશન અને ઓખા મઢી રેલવે સ્ટેશન વચ્ચે પહોંચતા ભાટવડિયા ગામના રેલવે ટ્રેક પર ચાલુ ટ્રેને પડી જવાના કારણે આશરે 25 વર્ષના એક અજાણ્યા હિન્દુ યુવાનું મૃત્યુ થયું હતું. શ્યામ વર્ણના અને આશરે 5 ફૂટ, 5 ઇંચની ઊંચાઇ તથા મધ્યમ બાંધો ધરાવતા આ યુવાને કમરે કબૂતરી કલરનો કાળી ચોકડીવાળો બરમુડા પહેર્યો છે. આ યુવાનના છાતીના જમણા ભાગે અંગ્રેજીમાં ઙ ત્રોફાવેલો છે. હાલ આ મૃતદેહને જામનગરની જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે. આ યુવાનના વાલી-વારસોએ દ્વારકા રેલવે પોલીસનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.