Sunday, December 22, 2024
Homeવિડિઓકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને લક્ષ્મીપરા તાલુકા શાળા નં-2માં પ્રવેશોત્સવ યોજાયો

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને લક્ષ્મીપરા તાલુકા શાળા નં-2માં પ્રવેશોત્સવ યોજાયો

લક્ષ્મીપરા તાલુકા શાળા નં-2 અને શાળા નં-1માં 32 બાળકોએ તેમજ આંગણવાડીમાં 25 બાળકોએ પ્રવેશ મેળવ્યો

- Advertisement -

કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જોડિયા તાલુકાની લક્ષ્મીપરા તાલુકા શાળા નં.2માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં શાળા નં.1માં 10 બાળકોએ તેમજ શાળા નં-2માં 22 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે આંગણવાડીમાં 25 બાળકોએ શિક્ષણરૂપી પ્રથમ પગથિયાં તરફ ડગલાં માંડ્યા હતા. કૃષિમંત્રીએ તમામ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી, ગત શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળામાં શ્રેષ્ઠ પરિણામ લાવનારા બાળકોને ઈનામ આપી સન્માનિત કર્યા હતા. તથા આંગણવાડીના બાળકોને રમકડાની કીટ આપી હતી.

- Advertisement -

આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાળકોનું 100% નમાંકન થાય તેવા સરકાર પ્રયાસો કરી રહી છે. કન્યા કેળવણી મહોત્સવ દ્વારા બેટી બચાવોની સાથે બેટી પઢાવો સૂત્ર સાકાર થયું છે. દીકરા દિકરીઓના જન્મદરમાં પણ સમાનતા આવી છે. સરકારે દીકરીઓ માટે અનેક યોજનાઓ પણ અમલમાં મૂકી છે. અને આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ અગ્રેસર છે. સરકાર શિક્ષકોને પણ કોઈ અગવડતા ન પડે તે માટે ચિંતિત છે, શિક્ષકોના પગાર ધોરણોમાં સુધારો તેમજ બદલીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. કૃષિ મંત્રીએ શાળાના બાળકોને સમાજમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપનારા મહાનુભાવો વિષે વક્તવ્ય આપી પ્રેરિત કર્યા હતા. તેમજ શાળાના આંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોનું શાળાના બાળકોએ ભાગવત ગીતા આપીને તેમજ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંગે પ્રવચન આપી સ્વાગત કર્યું કર્યું હતું.

- Advertisement -

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, નાયબ બાગાયત નિયામક એચ.બી.પટેલ., સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ખાંટ, આર.એફ.ઓ. દક્ષાબેન સોરઠીયા, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન, મામલતદાર, તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઇ દલસાણીયા, તાલુકા પંચાયત સદસ્ય અરવિંદભાઈ ભિમાણી, રસિકભાઈ ભંડેરી, વલ્લભભાઈ, રતીલાલભાઈ,શાળાના આચાર્ય અલ્પેશભાઈ નાગપરા, તિથી ભોજનના દાતા હરજીભાઈ વિરજીભાઈ છત્રેલા, શિક્ષકગણ, વિધ્યાર્થીઓ, વાલીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular