- Advertisement -
સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી શરૂ કરવામાં આવેલા વિદ્યાર્થીઓના શાળા પ્રવેશોત્સવ સમારોહમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ ઉત્સાહભેર આ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે આજરોજ સવારે જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા, ખંભાળિયાના રામનગરની અવેડા વાડી શાળામાં શાળામાં રાજ્યના અધિકારી એચ.બી. મારડીયા, દ્વારકા તાલુકામાં સચિવ કક્ષાના અધિકારી સુબોધકુમાર જોશી, દાતા ગામની શાળામાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, ખંભાળિયામાં સચિવ જે.ડી. સુથાર તથા આઈ.પી.એસ. અધિકારી લલિત નારાયણ સિંહની ઉપસ્થિતિમાં જિલ્લાની જુદી જુદી શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો, વાલીઓ તથા ગ્રામજનો પણ ઉત્સાહભેર ઉમટ્યા હતા. દરેક પ્રવેશોત્સવના સ્થળે બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા.
આ પ્રવેશોત્સવ દરમ્યાન જિલ્લામાં ત્રણ દિવસમાં 7,380 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ સમગ્ર આયોજનમાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એચ. વાઢેર બી.આર.સી. પંકજસિંહ રાણા તથા જિલ્લાના તમામ ટીપીઓ સાથે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અધિકારી કચેરીની ટીમ પણ જોડાઇ હતી.
- Advertisement -