ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પીયનશીપ 2022 અમદાવાદ ખાતે જૂન માસમાં યોજાઇ હતી. ગુજરાત સ્ટેટની આ ચેમ્પીયનશીપની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી હોય છે. આ ચેમ્પીયનશીપમાં આણંદની 7 સ્પોર્ટ્સ એકેડેમીએ ગૌરવશાળી પ્રદર્શન કરી ચેમ્પીયનશીપમાં છવાઈ ગયેલી જોવા મળી. આ ટૂર્નામેન્ટની ઐતિહાસિક વિરલ ઘટના એ બની કે અંડર – 17 અને અંડર – 19 ગર્લ્સ સિંગલ ફાઇનલ સુધી પહોંચનાર તમામ ખેલાડીઓ 7 સ્પોર્ટ્સ એકેડેમીના જ હતા. અંડર – 17 ગર્લ્સ સિંગલ ઐશાની તિવારી એ ગોલ્ડ મેડલ અને અનેરી કોટક એ સિલ્વર મેડલ મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ” અંડર – 19 ગર્લ્સ સિંગલ અદિતા રાવ એ ગોલ્ડ મેડલ અને ઐશાની તિવારી એ સિલ્વર મેડલ મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અંડર – 19 ગર્લ્સ સિંગલમાં તાન્યા સિંઘ સ્ટેટ લેવલે ત્રીજા ક્રમાંકે આવીને બ્રોંઝ મેડલ મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
સ્ટેટ બેડમિન્ટન ચેમ્પીયનશીપ 2022માં 7 સ્પોર્ટ્સ એકેડેમી આણંદનાં 2 ખેલાડીઓને ગોલ્ડ, 2 ખેલાડીઓને સિલ્વર અને 1 ખેલાડીને બ્રોંઝ મેડલ મળતા ચેમ્પીયનશીપમાં 7 સ્પોર્ટ્સ એકેડેમી છવાઈ ગઈ હતી. ખેલાડીઓની આ સિધ્ધીઓને ગુજરાત અને દેશભરમાંથી બિરદાવવામાં આવી રહી છે. આ રેંકર્સ ખેલાડીઓને અમરીશ શિંદે સર, પૂરૂષોત્તમ અવાટે સર અને ભાવિન જાદવ સર દ્વારા કોચીંગ આપવામાં આવે છે. બેડમિન્ટન રમતમાં ગુજરાત અને અન્ય રાજ્યોના ખેલાડીઓ 7 સ્પોર્ટ્સ એકેડેમી નવા શિખરો સર કરી રહી છે.