Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઆઈ.ટી.આઈ. જામનગર ખાતે એપ્રેન્ટિસનો વર્કશોપ યોજાયો

આઈ.ટી.આઈ. જામનગર ખાતે એપ્રેન્ટિસનો વર્કશોપ યોજાયો

- Advertisement -

આઇ.ટી.આઈ જામનગર ખાતે એપ્રેન્ટિસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ MSME કંપનીના પ્રતિનિધિ અને જિલ્લાના મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાનાં અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનાર UNDP અને આઈ.ટી.આઈનાં સહયોગથી યોજવામાં આવ્યો હતો. સેમિનારમાં આઇ.ટી.આઈનાં આચાર્ય એમ.એમ.બોચિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.  પ્રાપ્તિબેન માંકડે એપ્રેન્ટસ યોજનાની વિસ્તારથી સમજ આપી હતી. UNDPનાં પ્રતિનિધિ  ચીરાગભાઈએ NAPS વિશે માહિતી આપી હતી તેમજ અર્જુનભાઈએ ઉપસ્થિત અધિકારીઓનો આભાર વ્યકત કર્યો હતો. સંસ્થાનાં આચાર્ય  બોચિયાએ જણાવ્યું હતું કે આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ કંપનીઓને એપ્રેન્ટિસથી થતાં ફાયદા, કંપનીને કુશળ માનવ બળ મળવું તેમજ તાલીમાર્થીઓને રોજગારી આપવાનો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular