Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયબે બેઠક પર ચૂંટણી લડવા પર લાગશે પ્રતિબંધ ?

બે બેઠક પર ચૂંટણી લડવા પર લાગશે પ્રતિબંધ ?

બે દાયકા જૂના પ્રસ્તાવનો અમલ કરવા ચૂંટણીપંચે સરકારને કરી ભલામણ

- Advertisement -

ચૂંટણી પંચે લગભગ બે દાયકા પહેલા એક પ્રસ્તાવ પર ફરીથી અમલ કરત સરકારને કહ્યું છે કે, એકથી વધારે સીટ પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ કરવા માટે કાયદામાં સંશોધન થાય અને જો આવું નહીં કરવામાં આવે તો, આ ચલણ પર અંકુશ લગાવવા માટે ભારે દંડની જોગવાઈ કરવામાં આવે. કોઈ ઉમેદવાર બે સીટ પર જીતવાની સ્થિતિમાં એકને ખાલી કરવા પર તેની પર પેટાચૂંટણી કરવાની મજબૂરી આવી પડે છે. વિધિ મંત્રાલયમાં વિધાયી સચિવની સાથે હાલમાં મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે આ ચૂંટણી સુધાર પર ભાર આપ્યો છે. આ પ્રસતાવ સૌથી પહેલા 2004માં સામે આવ્યો હતો. ચૂંટણી પંચથી સંબંધિત મુદ્દાના નિવારણ માટે વિધાયી વિભાગ સરકારના નોડલ એજન્સી તરીકે કામ કરે છે. હાલના સમયમાં ચૂંટણી કાયદા અંતર્ગત, કોઈ પણ ઉમેદવાર સામાન્ય ચૂંટણી અથવા પેટાચૂંટણી અથવા દ્વિવાર્ષિક ચૂંટણીમાં બે અલગ અલગ સીટો પરથી ચૂંટણી લડી શકે છે. જો કોઈ વ્યક્તિ એક અથવા એકથી વધારે સીટ પરથી ચૂંટણી જીતે છે, તો તે એક જ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી શકે.

- Advertisement -

વર્ષ 1996માં જન પ્રતિનિધિત્વ અધિનિયમમાં સંશોધન કરીને આ વ્યવસ્થા કરવામાં આવી હતી કે, કોઈ પણ વ્યક્તિ એક ચૂંટણીમાં બેથી વધારે સીટો પર ચૂંટણી લડી શકે છે. આ સંશોધન પહેલા સુધી ચૂંટણી લડવા માટે સીટોની સંખ્યાની કોઈ મર્યાદા નક્કી નહોતી. ચૂંટણી પંચે 2004માં આ પ્રસતાવ આપ્યો હતો.જન પ્રતિનિધિત્વ કાયદાની અમુક કલમમાં સંશોધન કરવામાં આવે, જેથી કોઈ ઉમેદવાર એક સમયે બે સીટો પર ચૂંટણી લડી શકે નહીં. એક અધિકારીએ કહ્યું હતું કે, હાલની જોગવાઈને ચાલુ રાખી શકાય છે અથવા તો એવી વ્યવસ્થા હોવી જોઈએ કે, પેટાચૂંટણી થવા પર તે વ્યક્તિ પાસેથી સમગ્ર ખર્ચ વસૂલવામાં આવે, જ્યાં રાજીનામું આપવાથી સીટ ખાલી થઈ છે. એ પ્રસતાવ પણ આપવામાં આવ્યો છે કે, વિધાનસભા સીટની પેટાચૂંટણીમાં પાંચ લાખ રૂપિયા અને લોકસભા પેટાચૂંટણીમાં 10 લાખ રૂપિયાનો દંડ લાગે. ચૂંટણી પંચનું કહેવુ છે કે, આ રકમમાં યોગ્ય ઢંગથી સંશોધન થવું જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular