Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયામાં મિલ્ક વાનની પલ્ટી

ખંભાળિયામાં મિલ્ક વાનની પલ્ટી

- Advertisement -
ખંભાળિયા શહેરમાં આજરોજ સવારે એક દૂધ વાહન અકસ્માતે પલટી ગયાનો બનાવ બન્યો હતો. જો કે આ અકસ્માતમાં ખાસ કંઈ નુકસાની થઈ ન હતી.
ખંભાળિયા શહેરમાં આજે સવારે દૂધનું વિતરણ કરવા આવેલી અમૂલ દૂધની મિલ્ક વાન આશરે પોણા છ વાગ્યાના સમયે અત્રે શારદા સિનેમા રોડ પરથી નગર ગેઈટ તરફ દૂધ ઉતારીને પરત જઈ રહી હતી, ત્યારે ગાયત્રી મોબાઈલ વર્લ્ડ વાળી ગોલાઇમાં પહોંચતા અકસ્માતે પલટી ગઈ હતી. જેના કારણે આ વાહનમાં નુકસાની થવા પામી હતી. જો કે મોટી જાનહાની ન થતા સૌ એ રાહતનો દમ ખેંચ્યો હતો.
આ વાહનમાંથી ડીઝલ લીકેજ થતા ફાયર સ્ટાફને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાયટર સાથે દોડી ગયા હતા.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular