Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમાળિયા-આમરણ-જોડિયા-જાંબુડા પાટીયા રોડ મંજૂર કરાવતા કૃષિમંત્રી રાઘવજી પટેલ

માળિયા-આમરણ-જોડિયા-જાંબુડા પાટીયા રોડ મંજૂર કરાવતા કૃષિમંત્રી રાઘવજી પટેલ

રૂા.115 કરોડના ખર્ચે માળિયા-આમરણ-જોડિયા-જાંબુડા પાટીયા સુધીના 32.43 કિ.મી.ના કોસ્ટલ હાઈ-વે રોડને મળી સૈધ્ધાંતિક મંજૂરી : મંત્રી રાઘવજીભાઈ પટેલ

- Advertisement -

ખબર-જામનગર
રાજ્ય સરકાર દ્વારા રૂા.115 કરોડના ખર્ચે માળીયા-આમરણ-જોડિયા- જાંબુડા પાટિયા સુધીના 32.43 કી.મી.ના કોસ્ટલ હાઈવે રોડને સૈદ્ધાંતિક મંજુરી મંજૂરી આપી છે.

- Advertisement -

મંત્રી રાઘવજીભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે મારા મતવિસ્તાર જામનગર (ગ્રામ્ય) વિધાનસભાના જોડિયા અને જામનગર ગ્રામ્ય તાલુકાના જોડિયા અને જામનગર ગ્રામ્ય તાલુકાના માળીયા-આમરણ-જોડિયા-જાંબુડા પાટિયા સુધીનો કોસ્ટલ સ્ટેટ હાઈવે 32.43 કિ.મી.નો રોડ અંદાજીત રૂા.115 કરોડના ખર્ચે માર્ગ મકાન વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. મંજુર થયેલ રોડમાં 6.10 મી માંથી 10.00મી માળીયા-આમરણ-જોડિયા-જાંબુડા પાટિયા સુધીનો રોડનું વાઈડનીંગ અને સ્ટ્રેન્ધનીંગની કામગીરી કરવામાં આવશે. આ માટે આગળની પ્રક્રિયા હાથ ધરવા માટે સબંધિત કાર્યપાલક ઈજનેરને સૂચના આપવામાં આવી છે.

આ રોડ મંજુર થતા જામનગર તેમજ જોડિયા તાલુકાના સ્થાનિક લોકોમાં હર્ષની લાગણી જોવા મળેલ છે. આ તકે મંત્રી રાઘવજીભાઈએ માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશભાઈ મોદીનો વિધાનસભાના મતદારો વતી પણ આભાર માન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular