Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરરૂા. દોઢ લાખની લાંચ કેસમાં ઝડપાયેલા કોર્પોરેટરની જામીન અરજી નામંજૂર

રૂા. દોઢ લાખની લાંચ કેસમાં ઝડપાયેલા કોર્પોરેટરની જામીન અરજી નામંજૂર

બીજીવખત જામીન અરજી રદ્ થતાં 85 દિવસથી ચાલતો જેલવાસ લંબાયો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં દોઢ લાખની લાંચ કેસમાં ઝડપાયેલા વોર્ડ નં. 6ના કોર્પોરેટર ફુરકાન શેખની બીજી વખતની જામીન અરજી રદ્ કરાતાં જેલવાસ લંબાયો છે.

- Advertisement -

ગત તા. 22 માર્ચ-2022ના રોજ એસીબી દ્વારા જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં એક વચેટીયાને ફરિયાદી પાસેથી દોઢ લાખની લાંચની રકમ લેતાં એસીબી પીઆઇ એ.ડી. પરમાર અને ટીમે ઝડપી લઇ રોકડ રકમ રિક્વર કરી હતી. આ કેસમાં વોર્ડ નં. 6ના બસપાના કોર્પોરેટર ફુરકાન શેખને પણ મહાનગરપાલિકા ના પટાંગણમાંથી ઝડપી લઇ બંને સામે ગુનો નોંધાયો હતો. જેલ હવાલે થયેલા કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલ પ્રથમ વખતની જામીન અરજી નામંજૂર થઇ હતી. ત્યારબાદ એસીબી દ્વારા ચાર્જશીટ દાખલ થયા બાદ કોર્પોરેટર દ્વારા ફરી બીજી વખત જામીન અરજી કરવામાં આવી હતી. જેમાં તપાસનીસ અધિકારી પીઆઇએ કોર્ટમાં કરેલ સોગંદનામુ અને જિલ્લા સરકારી વકીલ જમનકુમાર ભંડેરીએ કરેલ દલીલોના અંતે સ્પે. એસીબી જજ ચૌધરી દ્વારા આરોપી ફુરકાન શેખની જામીન અરજી રદ્ કરી હતી. આમ 85 દિવસથી ચાલતો કોર્પોરેટરનો જેલવાસ લંબાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular