આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વડોદરાથી રાજયકક્ષાના કાર્યક્રમમાં અલગ અલગ પ્રકલ્પોનું ઇ-ખાતમુહૂર્ત/લોકાપર્ણ/ઇ-ગૃહપ્રવેશ / કાર્યક્રમ યોજાયો છે. જેના ભાગરૂપે જામનગર શહેરમાં પણ ટીપી સ્કિમ નંબર 1, એફ.પી.63માં ઇડબ્લ્યુએસ બે પ્રકારના આવાસનું ઇ-ખાતમુહૂર્ત તેમજ ઘાંચી કોલોની લાલપુર રોડ પર ઇડબ્લ્યુએસ એક પ્રકારના આવાસોનું ઇ-લોકાપર્ણનું સવારે 11.30 વાગ્યે ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાશે.
જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વડોદરાથી ઉપસ્થિત રહેશે. તેમજ જામનગર ખાતે સાંસદ પુનમબેન માડમ તથા કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ઘારાસભ્ય આર.સી. ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બિનાબેન કોઠારી, ડે.મેયર તપનભાઇ પરમાર, સ્ટે.ચેરમેન મનિષભાઇ કટારિયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઇ ગોસરાણી તથા વિરોધપક્ષ નેતા આનંદભાઇ રાઠોડ ઉપસ્થિત રહેશે.