Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયાની યુવતી સાથે લગ્નનું નાટક કરી દુષ્કર્મ

ખંભાળિયાની યુવતી સાથે લગ્નનું નાટક કરી દુષ્કર્મ

ગર્ભવતી યુવતીને ગર્ભપાત થતા ગુનો નોંધાયો

- Advertisement -

ખંભાળિયામાં રહેતી એક યુવતીને છેલ્લા આશરે આઠેક માસના સમયગાળા દરમિયાન મિત્રતા કેળવી અને એક શખ્સ દ્વારા દુષ્કર્મ ગુજારી, ગર્ભવતી બનાવ્યા બાદ તરછોડી દીધા બાદ આ યુવતીને ગર્ભપાત થઈ જતાં આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

આ અંગે ભોગ બનનાર યુવતીએ ખંભાળિયામાં રહેતા મનોજ વીરકુમાર કેસરી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે મનોજ દ્વારા પોતાની સાથે મિત્રતા કેળવી અને પ્રેમ સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તેઓએ મંદિરમાં ફૂલહાર કરી, મનોજ દ્વારા યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાનું જણાવી અને અવારનવાર તેણી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આમ, બળાત્કારના આ કૃત્યથી તેણી ગર્ભવતી બની જતા આજથી આશરે ચારેક માસ પહેલા મનોજે પોતે તેણી સાથે લગ્ન નહીં કર્યા હોવાનું જણાવી, ગર્ભવતી હાલતમાં તરછોડી દીધી હતી. આ પછી ગત બુધવાર તા. 15 ના રોજ તેની જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે તેણીનું શારીરિક ચેકઅપ કરાવવા જતા તબીબોની તપાસણીમાં આ યુવતીના ગર્ભમાં રહેલું બાળક મૃત્યુ પામ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તબીબોએ આ યુવતીનું ગર્ભપાત ફરજ કરવાની ફરજ પડી હતી.

આમ, આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ભોગ બનનારની ફરિયાદ પરથી મનોજ વીરકુમાર કેસરી સામે આઈ.પી.સી. કલમ 376 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular