Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના દરિયામાં રહેલી શીપમાં ફીલીપાઈન નાગરિકનું મોત

જામનગરના દરિયામાં રહેલી શીપમાં ફીલીપાઈન નાગરિકનું મોત

ઈન્ડોનેશિયાથી સિંગાપુર થઈ કોલસો ખાલી કરવા શીપ જામનગર આવી : કામ કરતા સમયે લો બીપી થઈ જતાં બેશુદ્ધ થવાથી મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી : જામનગર શહેરમાં નિવૃત્ત વૃધ્ધનું છાતીમાં દુ:ખાવાથી મોત

- Advertisement -

જામનગરના બેડી નજીક આવેલા દરિયામાં નવ નોટીકલ માઇલ દૂર કોલસો ખાલી કરવા આવેલી શીપમાં ડેક ઉપર કામ કરતા ફીલીપાઇન નાગરિકનું લો બીપી થઈ જવાથી બેશુધ્ધ થતા મોત નિપજ્યું હતું. જામનગર શહેરમાં ખંભાળિયા નાકા બહાર રહેતા વૃધ્ધનું છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, એમ.વી. સ્ટાર પોલારીશ નામની શીપ ઈન્ડોનેશિયાથી સિંગાપુર થઈ દરિયાઈ રસ્તે જામનગરના દરિયામાં કોલસો ખાલી કરવા આવતી હતી તે દરમિયાન 9 નોટીકલ માઈલ દૂર દરિયામાં હતી ત્યારે શીપમાં એ બી તરીકે કામ કરતા ક્રુ મેમ્બર NACENCIANO TAMBIGA SALAC (ઉ.વ.50) નામના ફીલીપાઇન નાગરિકનું બીપી લો થઈ જતાં બેશુદ્ધ થઈ ગયા હતાં અને તેમનું મોત નિપજ્યું હતું. આ અંગેની જોબિન વર્ગીસ દ્વારા જાણ કરાતા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટેની તજવીજ હાથ ધરી તેના દેશ મોકલવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરમાં ખંભાળિયા નાકા બહાર ખીજડા મંદિર પાસે રહેતા જગન્નાથ ચંદ્રપ્રકાશ (ઉ.વ.60) નામના આર્મીના નિવૃત્ત વૃધ્ધને બુધવારે બપોરના સમયે તેના ઘરે એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે પ્રદિપસ્હિં દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વસરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular