Monday, December 23, 2024
Homeરાજ્યકોડીનારની બાળા પર દુષ્કર્મ તથા હત્યાના વિરોધમાં ભાણવડમાં આવેદનપત્ર

કોડીનારની બાળા પર દુષ્કર્મ તથા હત્યાના વિરોધમાં ભાણવડમાં આવેદનપત્ર

- Advertisement -

કોડીનાર પંથકમાં એક બાળા પર તાજેતરમાં દુષ્કર્મ આચરી અને હત્યા નીપજાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કોડીનારના એક ગામની આઠ વર્ષની માસૂમ બાળા પર કોઈ શખ્સો દ્વારા દુષ્કર્મ ગુજારીને બાદમાં તેણીની નિર્મમ હત્યા કરવામાં આવ્યાનો બનાવ બનતાં આ પ્રકરણના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી, સ્થાનિક મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

આ જઘન્ય અપરાધ કરનારા આરોપીને સમાજમાં દાખલારૂપ સખત સજા મળે અને મૃતક બાળાને શક્ય તેટલો જલ્દી ન્યાય મળે તે માટે ભાણવડ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ભાણવડના મામલતદારને એક આવેદનપત્ર પાઠવીને માંગ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular