Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરવર્ના કારનું સ્ટીયરીંગ લોક થઈ જતાં અકસ્માતમાં બાળકનું મોત

વર્ના કારનું સ્ટીયરીંગ લોક થઈ જતાં અકસ્માતમાં બાળકનું મોત

નિકાવા ગામ નજીક અકસ્માતમાં કાર પલ્ટી ખાઇ ગઈ : અન્ય પાંચ વ્યક્તિઓને ઈજા : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

કાલાવડ તાલુકાના નાના વડાળા ગામથી નિકાવા જવાના માર્ગ પરથી પસાર થતી રાજકોટ પંથકના યુવાનની વર્ના કારનું સ્ટીયરીંગ એકાએક લોક થઈ જતાં કાર રોડ પરથી ઉતરીને પલ્ટી ખાઈ જવાથી અકસ્માતમાં સાત વર્ષના બાળકનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. લાલપુર તાલુકાના સેવકધુણિયા ગામમાં પટેલ પ્રૌઢનું નીચે પટકાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાળોદર ગામમાં રહેતાં અને મજૂરીકામ કરતા ભરત પરબતભાઇ પરમાર તેમના પરિવાર સાથે તેની જીજે-01-કેઈ-2830 નંબરની વર્ના કારમાં કાલાવડ તાલુકાના નાના વડાળાથી નિકાવા ગામ તરફના માર્ગ પર જતાં હતાં ત્યારે ગોલાઈમાં પહોંચ્યા તે સમયે એકાએક કારમાં સ્ટીયરીંગ લોક થઈ જતાં ચાલકે કાબુ ગુમાવી દેતાં કાર રોડ પરથી ઉતરીને પલ્ટી ખાઈ જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમા બેસેલા ભરતભાઈના પુત્ર યુગ પરમાર (ઉ.વ.7) નામના બાળકને શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે મૃતકના પિતા ભરતભાઈ સહિતના પાંચ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગેની જાણના આધારે હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે ભરતભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયવાદર ગામમાં વતની અનિલભાઈ વાછાણી એ લાલપુર તાલુકાના સેવકધુણિયા ગામની સીમમાં આવેલી ચંદુભાઈ મહાજનની વાડી ભાગમાં રાખેલ હતી. દરમિયાન બુધવારે બપોરના સમયે અનિલભાઈ વિઠ્ઠલભાઈ વાછાણી (ઉ.વ.55)નામના પ્રૌઢ વાડીમાં બળદગાડામાં જારનો ભર ભરેલ હતો અને તેની ઉપર બેઠા હતાં ત્યારે ભર બાંધેલો નાળો તૂટી જતાં પ્રૌઢ ગાડા પરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર ધવલ દ્વારા જાણ કરાતા હેકો ટી.બી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular