કોરોના મહામારીમાંથી બોધપાઠ લેતા વિશ્વ આરોગ્ય સંસ્થા હવે મંકીપોક્સને લઈને કોઈ જોખમ મંકીપોક્સે 710ની ચિંતા વધારી છે, શું મંકીપોક્સ મેડિકલ ઈમરજન્સીનું કારણ બની શકે છે? તેનું મૂલ્યાંકન કરવા માટે આવતા સપ્તાહે ગુરૂવારે ઈમરજન્સી કમિટીની બેઠક મળવાની છે. આ બેઠક નક્કી કરવા માટે છે કે શું મંકીપોક્સ ફાટી નીકળવાથી આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. નોંધનીય છે કે યુએન એજન્સી દ્વારા જારી કરાયેલ આ ઉચ્ચતમ સ્તરની ચેતવણી છે, જે હાલમાં ફક્ત કોવિડ-19 રોગચાળા અને પોલિયોને લાગુ પડે છે.
આફ્રિકાના કેટલાક ભાગોમાં મંકીપોક્સ સ્થાનિક છે પરંતુ તાજેતરના મહિનાઓમાં તે દેશો અને બાકીના વિશ્ર્વમાં વધુ કેસ નોંધાયા છે. વાયરસ ફ્લૂ જેવા લક્ષણો અને ચામડીના ચાંદાનું કારણ બને છે અને નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે. ડબ્લ્યુએઅઓ અનુસાર, તે લગભગ 3-6% કિસ્સાઓમાં જીવલેણ માનવામાં આવે છે, જોકે આફ્રિકાની બહાર ફાટી નીકળતાં કોઈ મૃત્યુ થયા નથી.
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં આ વર્ષે સૌથી વધુ મૃત્યુ થયા છે. ડબ્લ્યુએચઓના ડિરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે કહ્યું કે પ્રતિભાવ વધારવાનો વિચાર કરવાનો સમય આવી ગયો છે કારણ કે વાયરસ અસામાન્ય રીતે વર્તે છે, વધુ દેશો અસરગ્રસ્ત છે. અને આંતરરાષ્ટ્રીય સંકલનની જરૂર છે. આફ્રિકા માટે ડબ્લ્યુએચઓના કટોકટી નિર્દેશક, ઇબ્રાહિમા સોસે ફોલે કહ્યું : પરિસ્થિતિ નિયંત્રણમાંથી બફાર ન આવે ત્યાં સુધી અમે રાહ જોવા માંગતા નથી! સમિતિ આવતા અઠવાડિયે વૈશ્ર્વિક નિષ્ણાતો સાથે બેઠક કરશે, પરંતુ ડબ્લ્યુએચઓ ડિરેક્ટર-જનરલ અંતિમ નિર્ણય લેશે.’ કેટલાક દેશોએ 1980 માં નાબૂદ કરાયેલ સંબંધિત અને વધુ ગંભીર વાયરસ, શીતળાની રસીનો ઉપયોગ કરીને આરોગ્ય કર્મચારીઓ અને શીતળાના દર્દીઓના નજીકના સંપર્કોને રસી આપવાનું શરૂ કર્યું છે. અગાઉ મંગળવારે ડબલ્યુએચઓએ મંકીપોક્સ રસીકરણ અંગે નવી માર્ગદર્શિકા જારી કરી હતી.