Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરઆવતીકાલે ‘સામાજિક સુખાકારી માટે યોગ’ વિષય આધારિત યોગોત્સવ યોજાશે

આવતીકાલે ‘સામાજિક સુખાકારી માટે યોગ’ વિષય આધારિત યોગોત્સવ યોજાશે

- Advertisement -

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (આઇ.ટી.આર. એ.) જામનગર દ્વારા તથા મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યોગ (એમ.ડી.એન.આઇ.વાય.) નવી દિલ્હીના સહયોગથી તથા જીલ્લા વહીવટી તંત્રની સહાયથી 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 100 દિવસની ગણનાના અભિયાન અંતર્ગત, ’સામાજિક સુખાકારી માટે યોગ’ વિષય આધારિત 95માં યોગોત્સવનું 15મી જૂનના રોજ પોરબંદરના કીર્તિ મંદિર અને આર્યક્ધયા ગુરુકુલ પરિસરમાં આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આયુષ મંત્રાલય, એમ.ડી.એન.આઇ.વાય., આઇ.ટી. આર. એ. વગેરેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી લાઇવ પ્રસારિત કરવામાં આવશે.

- Advertisement -

આ કાર્યક્રમને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ પ્રાયોગિક સત્ર સવારે 7 થી 8 વાગ્યા સુધી કિર્તિ મંદિર-પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મસ્થળે યોજાશે. જેમાં પ્રેરણાત્મક ઉદબોધન અને સામાન્ય યોગ પ્રોટોકોલ અભ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સત્રના મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા રહશે. કાર્યક્રમનું દ્વિતીય સત્ર જ્ઞાનસત્ર સવારે 9:30 વાગ્યાથી આર્ય ક્ધયા ગુરુકુળમાં યોજાશે. જે વિશેષ આમંત્રિત મહેમાનો તથા આર્યક્ધયા ગુરુકુલની વિદ્યાર્થીનીઓ માટે આયોજીત કરવામાં આવ્યું છે. આ સત્રનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન પૂજ્યભાઈ રમેશભાઈ ઓઝા, રાષ્ટ્રીયસંત અને પ્રખર ભાગવતાચાર્યના હસ્તે તેમના આશીર્વચન સાથે થશે. આ પ્રસંગે આઇ.ટી.આર.એના ડાયરેક્ટર પ્રો. વૈદ્ય અનુપ ઠાકર કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. જ્ઞાનસત્રમાં રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજી મહારાજ, જાણીતા સ્ત્રીરોગ વિશેષજ્ઞ અને યોગાચાર્ય ડો. ઉલ્કા નાટુ ગડમ, પ્રો. વૈદ્ય અર્પણ ભટ્ટ, વિભાગાધ્યક્ષ, સ્વસ્થવૃત્ત, આઇ.ટી.આર.એ. ના પ્રવચનો તેમજ આઇ.ટી.આર.એ.ના નિષ્ણાતો દ્વારા વાય બ્રેક તેમજ બહેનોને થતી સમસ્યાઓ માટેની યોગાભ્યાસ કાર્યશાળાઓ આયોજિત થશે.

આ કાર્યક્રમમાં પોરબંદરના વિવિધ ક્ષેત્રના ખ્યાતિ પ્રાપ્ત મહાનુભાવો તથા સામાજિક અગ્રણીઓ જેવા કે રાષ્ટ્રીય સંત અને વિશ્વવિખ્યાત ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝા, પોરબંદરના લોકપ્રિય નેતા અને ધારાસભ્ય બાબુભાઈ બોખરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા, પોરબંદરના મેયર સરજુભાઈ કારીયા, કલેક્ટર એ.એમ. શર્મા, આઇ.ટી.આર.એ.ના ડાયરેક્ટર પ્રો. વૈદ્ય અનુપ ઠાકર, કિરીટભાઈ મોઢવાડિયા, અશોકભાઈ મોઢા, ખીમજીભાઈ મોતીવરસ, નિલેશભાઈ મોરી, પંકજભાઈ મજીઠીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, જાણીતા ક્રિકેટર જયદેવ ઉનડકટ, ડો. એમ.યુ. વસાવડા, સુ.શી. રંજનાબેન મજીઠીયા, આર્ય ક્ધયા ગુરુકુળના આચાર્ય કુ. વંદના શર્મા, ડો. અનુપમ નાગર, ડો. નૂતન ગોકાણી, વિવિધ જ્ઞાતિ-સમાજના પ્રમુખો, સરકારી અધિકારીઓ, જાણીતા ચિકિત્સકો, ધારાશાસ્ત્રીઓ, અભિયંતાઓ, અભિલેખાકારો, વિભિન્ન મહિલા સંસ્થાઓના સદસ્યોએ આ કાર્યક્રમના વિવિધ ક્ષેત્રોમાં સક્રિય પણે ભાગ લેવામાટે સંમતિ આપેલ છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટીમ આઇ.ટી.આર.એ.,જામનગર, પોરબંદરના સ્થાનિક આગેવાનો અને વહીવટીતંત્ર તેમજ આર્ય ક્ધયા ગુરૂકુળની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular