Sunday, December 29, 2024
Homeરાજ્યજામનગરપ્રથમ વરસાદે જ રાબેતા મુજબ પીજીવીસીએલની પ્રિ-મોન્સૂન કામગીરી અંગે પ્રશ્નાર્થ

પ્રથમ વરસાદે જ રાબેતા મુજબ પીજીવીસીએલની પ્રિ-મોન્સૂન કામગીરી અંગે પ્રશ્નાર્થ

અનેક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાઈ જતાં લોકો ત્રાહિમામ : અમુક વિસ્તારોમાં ઘણાં સમયથી વોલ્ટેજની રામાયણ

- Advertisement -

જામનગરમાં પીજીવીસીએલ દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે લાખોના ખર્ચે પ્રિ-મોનસુન કામગીરી હાથ ધરવામાં આવે છે. આમ છતાં ચાર છાંટા પડતા જ પીજીવીસીએલની કામગીરીની પોલ ખુલ્લી જાય છે. પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોનસુન કામગીરીના નામે લાખોનો ખર્ચ કરવાની સાથે લોકોને આઠ-આઠ કલાક વિજ કાપના નામે બાનમાં લેવામાં આવે છે. આમ છતાં થોડાં વરસાદમાં જ જામનગર શહેરમાં વીજળી ગુલ થઇ જાય છે.વીજળી ગુલ થવાની સાથે જ પીજીવીસીએલના ફોન પણ લાગતાં નથી. લોકોને ફરિયાદ પણ થઇ શકતી નથી. આ ઉપરાંત છેલ્લાં થોડાં સમયથી જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વોલ્ટેજની સમસ્યા જોવા મળી રહી છે.કયાંક હાઇવોલ્ટેજ તો કયાંક લો વોલ્ટેજને પરિણામે લોકોના ઇલેકટ્રિક ઉપકરણોને પણ નુકસાન થઇ રહ્યું છે.

- Advertisement -

જામનગરમાં પીજીવીસીએલ દ્વારા દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરીના નામે લાખોનો ખર્ચ કરવામાં આવે છે. આમ છતાં માત્ર થોડા વરસાદમાં શહેરમાં વીજળી ગુલ થતાં અંધાર પટ્ટ છવાઇ જાય છે. પીજીવીસીએલ કચેરી દ્વારા આ સમસ્યા દર વર્ષે જોવા મળતી હોઇ છે. પ્રજાના નાણાંનો વ્યયની સાથે લોકોને તો વીજ કાંપની સમસ્યાનો સામનો કરવો જ પડતો હોય છે. પ્રિ-મોનસુન કામગીરીના નામે પીજીવીસીએલ દ્વારા કલાકો સુધી વીજ કાંપ લાદવામાં આવતાં હોય છે. આમ છતાં પરિસ્થિતિ જેમની તેમ રહે છે.

શહેર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના દેખાવ કરવામાં આવતાં હોય તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે. ઉનાળાની આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારતા હોય છે. એવા સમયે લોકો વરસાદની આતુરતા પુર્વક રાહ જોતા હોય છે. ત્યારે નગરજનોને ઝરમર વરસાદમાં પણ વિજળી ગુલ થવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. વરૂણદેવને રિઝવવા શહેરીજનો પ્રાર્થના કરતા હોય છે. મેઘરાજાના આગમનથી લોકોને ગરમીથી રાહત મળવાની આશા હોય છે. પરંતું આ સમયે નગરજનોની હાલત ‘ન ઘરના કે ન ઘાટના’ જેવી સર્જાય જાય છે. પ્રિ-મોનસુન કામગીરીના નામે પ્રજાના પરસેવાની કમાણીનો વેડફાટ થઇ રહ્યો છે. પીજીવીસીએલ તંત્ર પ્રિ-મોન્સુન કામગીરીના નામે ગમે તેટલો ખર્ચ કરે પરંતું માત્ર ઝરમર વરસાદમાં પણ વીજ પુરવઠો ખોરવાઇ જાય છે. ખાસ કરીને રાત્રીના સમયે વીજ પુરવઠો ખોરવાતા લોકો ત્રાહિમામ પોકારી જાય છે.

- Advertisement -

ઝરમર વરસાદના આગામનની સાથે જ વીજળી ગુલ થતાં લોકો પીજીવીસીએલ કચેરીએ ફરિયાદ કરવા ફોન લગાડતા હોય છે.પરંતું આવા સમયે પીજીવીસીએલના ફોન લાગતાં જ નથી. રિસિવર સાઇડમાં રાખેલ હોવાથી ફોન લાગતાં નથી અને જો ભુલે ચુકે પણ ફોન લાગી જાય તો ફોન ઉપડતા નથી. અને નસીબ જોગે, કોઇ ફોન ઉપાડે તો ઉડાઉ જવાબો આપવામાં આવતાં હોય છે. વીજ પુરવઠો ખોરવાની સાથે હાલમાં શહેરના અનેક વિસ્તારોમાં વોલ્ટેજની સમસ્યા પણ જોવા મળી રહી છે. કેટલાંક વિસ્તારોમાં વોલ્ટેજ વધઘટને પરિણામે લોકોના ઉપકરણો પણ નુકસાનીમાં જાય છે. જેને પરિણામે લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે.

 

- Advertisement -

પીજીવીસીએલ દ્વારા ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સુન કામગીરી કરવાની હોવાથી દર અઠવાડીયે શહેરના જુદા જુદા વિસ્તારમાં ઝાડ કાપવાની કામગીરીની કારણે અખબારોમાં જાહેરાત આપવામાં આવે છે કે, આ વિસ્તારમાં પાંચ કલાકનો વિજકાપ રહેશે. છતાં દરવર્ષની જેમ ચોમાસાપૂર્વે કરવામાં આવતી પ્રિ-મોન્સુન કામગીરી ડંફાણો ઝિંકે છે. તેનો ગઇકાલે થોડા પવન સાથે બે છાંટા પડતા શહેરના પંચવટી પાસેના ડોમિનોઝ પાસેથી જોગસ પાર્ક જતાં રોડ પરનું મોટું ઝાડ ધરાશાઇ થયું હતું. જેને લીધે વિજથાંભલાને પણ અસર થઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular