જામનગર તાલુકાના સીક્કા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં સોમવારે મધ્યરાત્રિના સમયે એક શખ્સ નશો કરેલી હાલતમાં નંબર વગરની કાર લઇને પોલીસ સ્ટેશનમાં આવી ચડયો હતો. જેથી પોલીસે શખ્સની ધરપકડ કરી આઠ લાખની કાર અને 10 હજારનો મોબાઇલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં સોમવારે રાત્રિના સમયે નંબર વગરની કાર લઇને ચાલક ઘુસી આવ્યો હતો. જેથી પોલીસે કાર ચાલકને આંતરીને પૂછપરછ કરતાં ચાલક નશો કરેલી હાલતમાં જણાતા પોલીસે ભરતસિંહ ગુમાનસિંહ જાડેજા નામના શખ્સને ઝડપી લઇ આઠ લાખની કિંમતની કાર અને રૂા.10000 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.8,10,000 નો મુદ્દામાલ કબ્જે કરી શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.