જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ ટોલનાકા નજીક જાહેરમાં કારમાં પાંચ શખ્સોને 600 એમ.એલ. દારૂ સાથે સીક્કા પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર-ખંભાળિયા હાઈ-વે પર બેડ ટોલનાકા નજીક સોમવારે સાંજના સમયે જીજે-37-જે-5508 નંબરની ક્રેટા કારને આંતરીને સીક્કા પોલીસે તલાસી લેતા તેમાંથી 600 એમ.એલ. ઈંગ્લીશ દારૂ મળી આવતા અરવિંદસિંહ ઉર્ફે અવલો પ્રભાતસિંહ જાડેજા, હિતેશકુમાર રાયસિંહ માણેક, ભાયભા જીવાભા સુમણિયા, સાચલભા મીયાભા સુમણિયા, પાલાભા ગાગાભા સુમણિયા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.