Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગર102 વિજજોડાણોમાં ગેરરીતિ, 38.40 લાખના બિલો ફટકારાયા

102 વિજજોડાણોમાં ગેરરીતિ, 38.40 લાખના બિલો ફટકારાયા

સાધના કોલોની, શંકરટેકરી, 49-દિ.પ્લોટ, કાલાવાડનાકા બહાર સહિતના વિસ્તારોમાં વિજ ચેકિંગ હાથ ધરાયું

- Advertisement -

પીજીવીસીએલ કચેરી દ્વારા આજરોજ ખંભાળિયા ગેઇટ, નગરસીમ, સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વિજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 102 વિજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા 38.40 લાખની વિજચોરીના બિલો ફટકારવામાં આવ્યા હતાં.

- Advertisement -

પીજીવીસીએલ દ્વારા આજરોજ વિજચોરીના દૂષણને અટકાવવા ખંભાળિયા ગેઇટ, નગરસીમ સબ ડિવિઝન હેઠળના વિસ્તારો જેમ કે, સાધના કોલોની, નિલકંઠનગર, શંકરટેકરી, 49-દિ.પ્લોટ, કાલાવડ નાકા બહારની વિવિધ સોસાયટી તેમજ એસ.ટી. બસ ડિવિઝન આજુબાજુના વિસ્તારોમાં વ્હેલી સવારથી વિજ ચેકિંગના દરોડા પાડવામાં આવ્યા હતાં. પીજીવીસીએલની કુલ 36 ટીમો દ્વારા વિજ દરોડા પાડવામાં આવ્યા હતાં. વિજચેકિંગ દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે 20 એસઆરપી જવાનો તેમજ 15 સ્થાનિક પોલીસ તથા 8 એક્સ આર્મીમેન સહિતની ટીમોને સાથે રાખવામાં આવી હતી.

આ વિજ ચેકિંગ દરમિયાન 559 વિજજોડાણોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે પૈકી 102 વિજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા 38.40 લાખના વિજ પુરવણી બીલો ફટકારવામાં આવ્યા હતાં. વિજ કંપની દ્વારા શરુ કરાયેલ વિજ ચેકિંગને પરિણામે વિજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular