દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે શનિવારે ભીમ અગિયારસ બાદ આજરોજ રવિવારે સમગ્ર પંથકમાં સર્જાયેલા હળવા વરસાદી માહોલ વચ્ચે આજે બપોરે ખંભાળિયા તાલુકાના બજાણા વિસ્તારમાં મેઘરાજાની મંગલ પધરામણી થઈ હતી.
ખંભાળિયા નજીક આવેલા બજાણા તથા આસપાસના વાડી વિસ્તારમાં બપોરે ત્રણેક વાગ્યે મેઘાવી માહોલ બાદ હળવા છાંટા વરસ્યા હતા. આશરે અડધો કલાક સુધી વરસેલા વરસાદના કારણે બજારોમાં પાણી રેલાયા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી ખંભાળિયા તાલુકામાં અસહ્ય ઉકળાટ અને બફારા બાદ આજરોજ બજાણા પંથકમાં વરસાદી માહોલ સાથેના ઝાપટાથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી