જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં જાહેરમાં જૂગાર રમતા સાત શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.13,100ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુરના ઈશ્ર્વરીયા ગામમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિ રમતા ત્રણ શખ્સોને પોલસે રૂા.5580 ની રોકડ રકમ અને 20 હજારની કિંમતની બાઈક મળી કુલ રૂા.25,580 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રાજેશ મુળજી વાઢેર, ભરત ખીમજી ખટાણિયા, અનિલ મનસુખ દાવદ્રા, કરશન નાથા ડોડિયા, પુનિત ભીખુ રાઠોડ, દયેશ કલા પરમાર, મહેશ દેવદાસ ડોડિયા સહિતના સાત શખ્સોેને રૂા.13,100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં તેમજ બીજો દરોડો, જામજોધપુરના ઈશ્ર્વરિયા ગામમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિ રમતા મુકેશ અરજણ બડિયાવદરા, જોરુભા ભીખુભા જાડેજા, નીતેશ રણમલ બેલા નામના ચાર શખ્સોને રૂા.5580 ની રોકડ રકમ અને રૂા.20 હજારની કિંમતની એક બાઇક મળી કુલ રૂા.25580 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તેમજ રેઇડ પૂર્વે નાશી ગયેલા ખીમા રામા બડિયાવદરા, હેભા દેવા બડિયાવદરા, મનસુખ સામત બડિયાવદરા સહિતના કુલ 6 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.