Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ડિસ્ટ્રીકટ ઓપન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન

જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ડિસ્ટ્રીકટ ઓપન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન

આઠ શાળાઓમાં નિ:શૂલ્ક ટેબલ ટેનિસના ટેબલનું વિતરણ કરાશે

- Advertisement -

જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આગામી તા. 12 જૂનના રોજ ડિસ્ટ્રીકટ ટુર્નામેન્ટ તથા શાળાઓમાં નિ:શૂલ્ક ટેબલ ટેનિસના ટેબલ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ગઇકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં એસોસિએશનના હોદ્ેદારો દ્વારા માહિતી આપવામાં આવી હતી.

- Advertisement -

જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિએશન 2020થી સક્રિય રીતે કામગીરી કરી રહ્યું છે. જામનગરમાં ટેબલ ટેનિસ ક્ષેત્રે અનેકવિધ ટુર્નામેન્ટ દ્વારા ખેલાડીઓના મનોબળને વધારવા અને યોગ્ય માર્ગદર્શન આપવા માટેના કાર્યો થઇ રહ્યાં છે. 2021માં કોવિડ પ્રોટોકોલ સાથે સ્ટેટ ટુર્નામેન્ટ, ત્રણ ડિસ્ટ્રીકટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. તેમજ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત ટુર્નામેન્ટનાં આયોજનમાં અગ્રીમ ફાળો આપ્યો હતો. આ ઉપરાંત ટેબલ ટેનિસમાં નવા ખેલાડીઓ જોડાઇ અને પ્રોફેશનલ માર્ગદર્શન મેળવે તેવા હેતુથી સુમેર કલબમાં એક મહિનાના કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

જેડીટીટીએ દ્વારા નવા પ્લેયર્સ તૈયાર કરવાના ભાગરૂપે ગત મે માસમાં સમર ટ્રેનિંગ કેમ્પ તથા ટુર્નામેન્ટનું આયોજન કર્યા બાદ ફરી એકવખત જૂન મહિનામાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી તા. 12 જૂનના રોજ સુમેર સ્પોર્ટસ કલબ ખાતે ઓપન જામનગર ડિસ્ટ્રીકટ ટુર્નામેન્ટ યોજાશે. આ ટુર્નામેન્ટમાં જામનગર ડિસ્ટ્રીકટના અનેક ખેલાડીઓ પોતાની ટેબલ ટેનિસની સ્કીલ અજમાવશે અને એવોર્ડ તથા સર્ટિફીકેટ જીતશે. આ ઉપરાંત વધારેને વધારે નવા ખેલાડી થાય અને ખેલાડીઓને પ્રોત્સાહન માટે જામનગર શહેરની વિવિધ આઠ જેટલી શાળાઓમાં ટેબલ ટેનિસના ટેબલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ખાસ કોચની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જે અઠવાડીયામાં બે દિવસ શાળાઓમાં જઇ કોચિંગ આપશે.

- Advertisement -

જેડીટીટીએ દ્વારા દાતાઓના સહયોગથી જામનગરની કુલ આઠ શાળાઓને ટેબલ ટેનિસના ટેબલ વિતરણ કરાશે. જેમાં સ્વ. લક્ષ્મીકાંત જગજીવનભાઇ કનખરાના સહયોગથી ડીસીસી હાઇસ્કૂલમાં, સ્વ. રમેશભાઇ હરિલાલ નંદા દ્વારા નવાનગર હાઇસ્કૂલમાં, કુસલ અને પાર્થ તરફથી સજુબા ગર્લ્સ હાઇસ્કૂલમાં, જયેશ અમૃતલાલ શાહ તરફથી નેશનલ હાઇસ્કૂલમાં, ઉલ્લાસ સાંઠે દ્વારા આર્યસમાજ હાઇસ્કૂલમાં, સ્વ. જયેશ નારાયણદાસ કનખરા તથા કેતન લક્ષ્મીકાંત કનખરા દ્વારા દેવરાજ દેપાળ હાઇસ્કૂલમાં, ચંદ્રીકાબેન શશીભાઇ અરદેશ દ્વારા લાલપુરમાં તથા વિક્રમસિંહ દિલુભા જાડેજા દ્વારા આર.આર. શાહ હાઇસ્કૂલમાં ટેબલ ટેનિસના ટેબલ આપવામાં આવશે.

2024-25માં જામનગરને ટેબલ ટેનિસ સ્પોર્ટસ ખાતે અગ્નિ હરોળમાં મુકવાના હેતુથી જેડીટીટીએ દ્વારા જે ખેલાડીઓને એડવાન્સ ટ્રેનિંગ મેળવવી હોય તેઓને જેએમસી સ્પોર્ટસ સંકુલ ખાતે નિ:શૂલ્ક ટ્રેનિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

- Advertisement -

આ પત્રકાર પરિષદમાં એસોસિએશનના પ્રમુખ વિક્રમસિંહ જાડેજા, જોઇન્ટ સેક્રેટરી ઉર્મિલ શાહ, એડવાઇઝરી કમિટીના કેતનભાઇ કનખરા તથા દિનેશભાઇ કનખરા ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular