વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના વતન ગુજરાતને વધુ એક ભેટ આપી છે. આજે વડાપ્રધાન અમદાવાદના પ્રવાસે આવી પહોંચ્યા છે અહીં તેમણે બોપલમાં ભારતીય રાષ્ટ્રીય અંતરિક્ષ સંવર્ધન અને ટેક્નોલોજી કેન્દ્ર (ઈન-સ્પેસ)ના હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ હેડ ક્વાર્ટરને 2020માં કેન્દ્રીય કેબિનેટ તરફથી મંજૂરી મળી હતી. ઈન-સ્પેસ એક નોડલ એજન્સી હશે જે અંતરિક્ષ ગતિવિધિઓ અને ગેર સરકારી ખાનગી સંસ્થાઓને અંતરિક્ષ સાથે જોડાયેલી સુવિધાઓના વિભાગના ઉપયોગની પરવાનગી આપશે. આ યોજનાનો હેતુ અંતરિક્ષ ક્ષેત્ર માટે વધુમાં વધુ ભાગીદારીને સુનિશ્ચીત કરવાનો છે.
ઈન-સ્પેસના પ્રમુખ પવન ગોયન્કાએ ટવીટ કર્યું કે અંતરિક્ષ ક્ષેત્રનો વિકાસ કરવા તેમજ ઉદ્યોગ અને ઈસરો સાથે કામ કરવા માટે તેઓ તત્પર છે. આજે વડાપ્રધાનના હસ્તે ઈન સ્પેસ હેડ ક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આ એક સિંગલ વિન્ડો નોડલ એજન્સી હશે જે જૂન-2020માં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લોન્ચ કરાયેલા વાહનો અને ઉપગ્રહોના નિર્માણ સહિત અંતરિક્ષ ગતિવિધિઓ પર નજર રાખશે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં 3050 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું હતું. નવસારીમાં તેમણે પાણી પૂરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ-મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ રૂા.3050 કરોડના વિકાસકાર્યોમાં અંદાજિત 900 કરોડના વિકાસકામોનું લોકાર્પણ, 650 કરોડના વિકાસકામનું ખાતમુહૂર્ત અને અંદાજે 1500 કરોડના વિવિધ કામોનું ભૂમિભૂજન કર્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રીએ ખુડવેલમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલ પણ ઉપસ્થિત રહયા હતા. સી.એમ.ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રાથમિકથી માંડીને ઉચ્ચિ શક્ષણ ઘરઆંગણે સરકારે આપ્યું છે દર વર્ષે અંદાજે 16 લાખ આદિજાતિ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બેંક ખાતામાં આપવામાં આવે છે ઇન્વેન્ટરી યોજનામાં 2000થી વધુ પ્રાથમિક શાળાના 18 જેટલા ક્લાસરૂમ પ્રોજેક્ટ છે અને વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવી શકે અને તે મોબાઈલ નો પ્રોબ્લેમ ન થાય તે પણ સુનિશ્ચિત કર્યું છે.