જામનગરના લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલની વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે બિનહરિફ વરણી કરવામાં આવી છે. આ વરણીને લઇ લાલ પરિવાર તથા લોહાણા સમાજમાં ખુશી સાથે જીતુભાઇને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
વિશ્વ વિખ્યાત અને અખંડ રામધૂનથી સુપ્રસિધ્ધ એવા જામનગરના બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે લોહાણા સમાજના પ્રમુખ એવા જીતુભાઇ લાલની બિનહરિફ વરણી કરવામાં આવી છે. શિયાળો, ઉનાળો, ચોમાસુ સહિતની દરેક સિઝનમાં પણ બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂનની જ્યોત ચાલી રહી છે. આ વિશ્વ વિખ્યાત મંદિરના ટ્રસ્ટના પ્રમુખ તરીકે જીતુભાઇ લાલની વરણી થતાં રઘુવંશી સમાજ તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા જીતુભાઇ લાલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.