કાલાવડ તાલુકાના ટોડા ગામે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.26,050 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુર તાલુકાના હોથીજી ખડબાની સીમમાંથી જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂા.4760 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો કાલાવડ તાલુકાના ટોડા ગામમાં જાહેર ચોકમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમાતા સ્થળે રેઈડ દરમિયાન પોલીસે યોગીરાજસિંહ ઉર્ફે લાલો કુંવરસિંહ જાડેજા, જયદિપસિંહ ગુલાબસિંહ જાડેજા, ચેતનસિંહ મંગળસિંહ જાડેજા,બાબુ લખુ મોઢવાડિયા, રહીમ હબીબ ધુધા, જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા નિરુભા જાડેજા નામના છ શખ્સોને રૂા.26050 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામજોધપુર તાલુકાના હોથીજી ખડબાની કારાધાર સીમમાં ટોર્ચ લાઈટથી તીનપતિનો જૂગાર રમતા મહેન્દ્રસિંહ મંગળસિંહ જાડેજા, બાબુ વસ્તા રાવલિયા, ફોગા ભીમશી ડાંગર, શૈલેષ ભીમશી ડાંગર, રાજા મેરામણ વરૂ નામના પાંચ શખ્સોને રૂા.4710 ની રોકડ રકમ અને રૂા.50 ની ટોર્ચલાઈટ તથા ગંજીપના સહિત રૂા.4760 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.