Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરની જી.જી. હોસ્પિટલના તબીબ પર હુમલો કરનારની ધરપકડ

જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબ પર હુમલો કરનારની ધરપકડ

આરોપી સામે પોલીસે વધુ બે કલમનો ઉમેરો કર્યો: સમગ્ર પ્રકરણમાં 20 વ્યક્તિનાં નિવેદન લેવાયા

- Advertisement -

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના રેસી. તબીબ પર હુમલો કરવા અંગેના પ્રકરણમાં પોલીસની શોધખોળ પછી તબિબ પર હુમલો કરનાર આરોપીની પોલીસે અટકાયત કરી લઇ કોવિડ ટેસ્ટની કાર્યવાહી પછી ધરપકડ કરી વધુ બે કલમોનો ઉમેરો કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ટી.બી.વિભાગમાં એક તબિબ પર ફડાકાવાળી કરાયા પછી મામલો ગરમાયો હતો અને તબીબ પર હુમલો કરવા અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પહેલાં જ જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દી રાણાભાઇ આલાભાઈ ચેતરીયા (ઉ.વ. 68) કે જેઓ હોસ્પિટલમાંથી રજા લીધા વિના ભાગી છૂટ્યા હતા. તપાસ દરમિયાન કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના વતની હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવતાં તેનો પુત્ર પરબત રાણાભાઇ ચેતરીયા હુમલાખોર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પીએસઆઈ એસ. એમ. રાદડિયા અને સ્ટાફે પરબત ચેતરિયાની અટકાયત કરી કોવિડ ટેસ્ટ નેગેટીવ આવતા આરોપીની ધરપકડ કરી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસની પૂછપરછ અને તપાસ દરમિયાન તબીબને કાનના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેમજ તબીબને ગાળો ભાંડી હોવાથી 333 તેમજ 504 ની બે કલમોનોનો ઉમેરો કરાયો છે. સમગ્ર પ્રકરણમાં ચાર તબીબો, નર્સિંગ સ્ટાફ, અન્ય દર્દીઓ, સિક્યુરિટી ગાર્ડ વગેરે સહિત 20 વ્યક્તિના નિવેદનો લેવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular