Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસિક્કા નગરપાલિકાના કોન્ટ્રાકટર દ્વારા કરાયેલ ભ્રષ્ટાચારની તપાસની માગ

સિક્કા નગરપાલિકાના કોન્ટ્રાકટર દ્વારા કરાયેલ ભ્રષ્ટાચારની તપાસની માગ

- Advertisement -

સિક્કા નગરપાલિકામાં એલઇડી સ્ટ્રીટલાઇટના કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર આચર્યો કાઉન્સિલર હેમતસિંહ જેઠવા દ્વારા શહેરી વિકાસ-ગાંધીનગર પ્રાદેશિક કમિશનર, એસીબી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષને પત્ર લખી રજૂઆત કરી છે.

- Advertisement -

સિક્કા નગર પાલિકા દ્વારા એલ.ઈ.ડી. સ્ટ્રીટલાઈટ પોલ (થાંભલા)નું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતુાં જે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2020-21ની બે કરોડની ગ્રાન્ટનું હતું. જેમાં વોલ્કર ઈલેક્ટ્રીક પ્રા.લી. દ્વારા તેનું કામ કરવામાં આવ્યું હતું. સિક્કા નગરપાલિકાના નકશા પ્લાન્ટ એસ્ટીમેન્ટ મુજબ કામ ના થયું હોય, જેની રજૂઆત વારંવાર કરવામાં આવી હતી કે, ઉપરોક્ત કામમાં પ્લાન્ટ એસ્ટીમેન્ટ મુજબ સ્ટ્રીટલાઈટ પોલનું વાયરીંગ કેબલ અંડર ગ્રાઉન્ડ 18 ઈંચ જમીનમાં ખોદાણ કરી પાથરવાનું હોય જેના ભાગરૂપે માત્ર 6 ઇંચ ખોદાણ કરી હલકી ગુણવત્તાવાળા કેબલો જમીનમાં પાથરી દેવામાં આવ્યા હોય અને 10 મહિનાથી સ્ટ્રીટલાઇટના થાંભલાઓ ઉભા કરી દેવામાં આવ્યા હોય, લાઈટના સ્ટેન્ડમાં અત્યારથી કાટ લાગવા લાગ્યો છે. તેમજ આજદિન સુધી સ્ટ્રીટલાઇટો ચાલુ કરવામાં આવી નથી. જેથી વોર્ડ નં. 1ના કાઉન્સિલર હેમતસિંહ જેઠવાએ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી કે, તે કોન્ટ્રાક્ટરનું બિલ રોકી દેવામાં આવે તેમ છતાં તે કોન્ટ્રાક્ટરને બે કરોડનું પૂરેપૂરું પેમેન્ટ ચૂકવી આપ્યું હતું.

જેથી સ્પષ્ટ સાબિત થાય છે કે ઉપરોક્ત કામમાં મિલીભગત કરી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય. જેના અનુસંધાને વોર્ડ નં. 1ના કાઉન્સિલર હેમતસિંહ જેઠવાએ પ્રાદેશિક કમિશનર ગાંધીનગર, શહેરી વિકાસ, એ.સી.બી. અમદાવાદ, સી.આર. પાટીલ, પ્રદેશ અધ્યક્ષ ગુજરાત તેમજ જામનગર જિલ્લા કલેકટરને પત્ર લખી આ અંગે તપાસ કરવા અને પગલા લેવા માગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular