જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં પડેલ ડસ્ટબીન તથા ટ્રીગાર્ડ મૃત હાલતમાં હોય, વિરોધપક્ષ નેતા દ્વારા શ્રધ્ધાંજલિ આપી નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે ડસ્ટબીન વસાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ તેનો ઉપયોગ ન થતાં ડસ્ટબીન તથા ટ્રીગાર્ડ લાંબા સમયથી મહાનગરપાલિકામાં પડયા રહ્યાં હોય. આજરોજ કોંગ્રેસના કોર્પોરેટરો મહાનગરપાલિકા ખાતે પહોંચી નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધપક્ષ નેતા આનંદ રાઠોડ, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, નુરમામદ પલેજા સહિતના કોંગ્રેસના હોદ્ેદારો દ્વારા ડસ્ટબીન અને ટ્રી ગાર્ડને ફૂલહાર અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.