ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા મુસ્તાક જાકીર અમદાણી નામના 37 વર્ષીય મુસ્લિમ શખ્સને પોલીસે લોખંડના પાઇપ સાથે જાહેરમાં નીકળતા ઝડપી લીધો હતો.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા જુનસ ઉર્ફે જુણીયો ઓસમાણ સુંભણીયા નામના 35 વર્ષના શખ્સને સલાયા મરીન પોલીસે સલાયાના બસ સ્ટેશન પાસેથી ગત સાંજે લોખંડના પાઇપ સાથે નીકળતા ઝડપી લીધો હતો.
આ ઉપરાંત દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા સાદિક સુલેમાન ચૌહાણ (ઉ.વ. 46) ને છરી સાથે જ્યારે આ જ વિસ્તારમાં રહેતા આશીફ ઈબ્રાહીમ ભડેલા મુસ્લિમ (ઉ.વ. 25) ને પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લઈ, આ શખ્સો સામે જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ કાર્યવાહી કરી હતી. નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતો ગની અબ્દુલ ચંગડા નામનો 27 વર્ષીય મુસ્લિમ શખ્સ મચ્છીપીઠ પાસે છરી સાથે નીકળતા દ્વારકા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.
દ્વારકામાં આવેલા એસ્સાર પેટ્રોલ પંપ પાસેથી છરી સાથે નીકળેલા આવળપરા વિસ્તારમાં રહેતા રમેશભા બાલુભા સુમણીયા નામના 35 વર્ષના શખ્સને ઝડપી લીધો હતો. મોટરસાયકલ પર ગફલતભરી રીતે જઈ રહેલો ઉપરોક્ત શખ્સ કેફી પીણું પીધેલી હાલતમાં હોવાથી પોલીસે રૂા. 30,000 મોટરસાયકલ પણ કબજે કરી, તેની સામે એમ.વી. એક્ટ અને પ્રોહિબિશન એક્ટ મુજબ વધારાનો ગુનો પણ નોંધ્યો છે. ઓખાના જુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સુરેશ વનાભાઈ બારીયા નામના 42 વર્ષના શખ્સને છરી સાથે સ્થાનિક પોલીસે ઝડપી લીધો હતો. મીઠાપુર પોલીસે આરંભડાના રહીશ પાંચાભા હરીયાભા ભઠડ નામના 50 વર્ષના શખ્સને છરી સાથે ઝડપી લીધો હતો.
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા દિનેશ રણમલભાઈ જમોડ નામના 32 વર્ષના શખ્સને પોલીસે જાહેરમાં ધોકા સાથે નીકળતા પકડી પાડ્યો હતો.