કલ્યાણપુરથી આશરે 24 કિલોમીટર દૂર નવાગામ (રણજીતપુર) ખાતે રહેતા ભોલા મારખી કરંગીયા નામના 39 વર્ષીય શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની વાડીમાં આવેલી ઓરડીમાં બહારથી માણસો બોલાવી અને ગંજીપત્તા વડે રોનપોલીસ નામનો જૂગાર રમાડી, અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો.
આ સ્થળેથી પોલીસે ભોલા મારખી કરંગીયા સાથે વડત્રા ગામના રાજુ ત્રંબકલાલ આરંભડિયા, રણજીતપુર ગામના રામભાઈ ભીમશીભાઈ સુવા, દ્વારકાના ખેરાજભા દેવાભા સુમાણીયા, ખંભાળિયાના રમેશ વલ્લભદાસ પંચમતિયા, દ્વારકાના અમૃતભાઈ ઉર્ફે બાબુભાઈ ભનુભાઈ ઝાખરીયા અને ભાટિયાના કિશોર કાનાભાઈ ચાવડા નામના કુલ સાત શખ્સોને ઝડપી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા. 23,860 રોકડા તથા ચાર હજારની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા ચાલીસ હજારની કિંમતના બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા 67,860 નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.