દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં એલસીબી પોલીસ દ્વારા પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા અંગે હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત એલસીબી સ્ટાફ દ્વારા ભાણવડ તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ સજુભા જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડના રણજીતપરા વિસ્તારમાં રહેતા નરેશ ઉર્ફે મુના માલશીભાઈ મહિડા નામના 34 વર્ષીય યુવાનને વરલી મટકાના આંકડા લખી, પૈસાની હારજીત કરતા મોબાઇલ તથા રોકડ રકમ સહિત કુલ રૂા. 9,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આ કામગીરી દરમ્યાન તેની સાથે ભાણવડનો ફૈઝલ ઉર્ફે મીઠીયો ઈબ્રાહીમ ભટ્ટી અને રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા કલુભા જાડેજા નામના બે શખ્સો ઉપરાંત જુદા-જુદા 13 મોબાઈલ નંબર ધરાવતા અન્ય શખ્સોના નામ પણ ખુલવા પામ્યા છે. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે નરેશ ઉર્ફે મુના માલશીભાઈ મહિડાની અટકાયત કરી અન્ય સંડોવાયેલા શખ્સોને પણ ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.