ગોંડલ સંપ્રદાયના પરમશ્રદ્ધેય પુ.શ્રી.ધીરગુરૂદેવ તથા સાધ્વીજી પુ.ગુણીબાઇ મહારાજ સાહેબ આદી ઠાણા-5 આજે સવારે 7.30 કલાકે જામનગરમાં આગમન થતાં જી.જી.હોસ્પિટલ પાસે પોલીસ ચોકીથી તેમનું વિહાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કે.ડી.શેઠ ઉપાશ્રયે મંગલ આગમન થયું હતું.
ઉપાશ્રયે આગમન થયા બાદ પ્રાસંગિક પ્રવચન અંગે માંગલીક શ્રવણબાદ હાજર રહેલાં શ્રાવક-શ્રાવીકાજીઓએ નવકારશીનો લાભ લીધો હતો. આ નવકારશી સુશિલાબેન રમણીકલાલ શેઠ દ્વારા ક્રિષા અજય શેઠના હસ્તે લેવામાં આવ્યો હતો. ધીરગુરૂદેવના આગમન સમયે સ્થાનક વાસી જૈન સંઘ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.